કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લીધા. સરકારે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ‘BHAVYA’ (ભારત ઔદ્યોગિક વિકાસ યોજના)ને મંજૂરી આપી છે. 33,660 કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના હેઠળ દેશભરમાં 100 ઔદ્યોગિક પાર્ક વિકસાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યોજના હેઠળ બનનારા ઔદ્યોગિક પાર્કમાં ઉદ્યોગો માટે જમીન, વીજળી, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સરકારનું માનવું છે કે આ યોજનાથી દેશમાં રોકાણ વધશે અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે. કેબિનેટ બેઠકમાં ઉત્તર પ્રદેશના બારાબંકીથી બહરાઇચ વચ્ચે 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઈવે-927ના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર લગભગ 6,969 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
આ ઉપરાંત, સરકારે નાણાકીય વર્ષ 2026-27થી 2030-31ના સમયગાળા માટે સ્મોલ હાઇડ્રો પાવર (SHP) ડેવલપમેન્ટ સ્કીમને મંજૂરી આપી છે. કેબિનેટે કપાસ સીઝન 2023-24 માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ને ₹1,718.56 કરોડના MSP ફંડિંગને મંજૂરી આપી છે, જેથી કપાસના ખેડૂતોને સીધો ટેકો આપી શકાય.
