જી. કે .જન. હોસ્પિ.માં દર મહિને ૮૦૦ થી ૯૦૦ ડાયાલિસિસ કરાય છે

~ શરીરમાંથી ઝેર દૂર કરતી કિડનીની શરૂઆતથી જ માવજત લેવાય તો અનેક વ્યાધિથી બચી શકાય

કિડની શરીરનું મહત્વનું અંગ છે.તેનું મુખ્ય કામ લોહીમાંથી ઝેર દૂર કરવાનું અને ઇલેક્ટ્રોલાઇટને સંતુલન કરવાનું છે.પરંતુ માનવીઓ જેટલી ચિંતા પેટ માથા કે અન્ય નાના મોટા રોગ માટે સેવે છે એવી ચિંતા કિડની માટે કરતા નથી.એટલે જ દર વર્ષે આ સમસ્યા વધતી જાય છે.આજે વિશ્વમાં દર ૧૦ માંથી એક વ્યક્તિ આ રોગનો સામનો કરે છે. ભારતમાં  ૧૩.૮ કરોડ લોકો આ રોગ સાથે જીવે છે.

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ ડો.હર્ષલ વોરાએ વિશ્વમાં માર્ચના દર બીજા ગુરુવારે ઉજવાતા કિડની દિવસ નિમિતે જણાવ્યું કે,કિડનીના રોગોના લક્ષણો શરૂઆતમાં ખયાલ પડતો નથી, માટે લાંબા સમયથી ડાયાબિટીસ અને બી.પી. હોય તેવા તેમજ પેઈન કિલર ગોળી લેતા દર્દીઓએ સાવધ રહેવું જોઈએ.જો આ બાબતોને નઝર અંદાઝ કરાય  કિડની ફેઇલ અને પછી કીડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસની નોબત આવે છે.    

શરીરમાંથી કુદરતી રીતે જે ટોક્ઝિક અગરતો ઝેર  દૂર કરવાનું કામ કીડની કરે છે, તે કામ ડાયાલિસિસ કૃત્રિમ રીતે કરે છે.જી.કે.માં દર મહિને ૮૦૦ થી ૯૦૦ ડાયાલિસિસ થાય છે.પરંતુ જો કિડનીનું ધ્યાન અગાઉથી જ રાખવામાં આવેતો  આ સ્થિતિ ઊભી ન થાય.કિડની આ ઉપરાંત બી.પી.ઉપર નિયંત્રણ,વિટામિન ડી સક્રિય કરી હાડકાંને મજબૂત કરવા અને રક્તણોના નિર્માણનું કામ કરે છે એમ ડો.વોરાએ કહ્યું હતું.

તબીબની સલાહ મુજબ કિડનીની તપાસ માટે સીરમ ક્રિએટિનીન,યુરિન તપાસ, કિડનીની સોનોગ્રાફીની તપાસ કરાવા ઉપરાંત નિયમિત રીતે ડાયાબિટીસ અને બીપીની ઝાંચ પડતાલ કરાવતા રહેવું જોઇએ.

કિડનીને સ્વસ્થ કેમ રાખી શકાય: બગડવાના કરણો: 

તબીબની સલાહ મુજબ કિડનીને સ્વસ્થ રાખવા  પર્યાપ્ત માત્રામાં પાણી પીવું. નમક સીમિત માત્રામાં જ ખાવું.ઉપરાંત નિયમિત વ્યામ,વજન ઉપર નિયંત્રણ,ડાયાબિટીસ અને હાઈ બી.પી.ને કંટ્રોલમાં રાખવાથી ફાયદો થાય છે. ખાસ કરીને પેઈન કિલર લેવા પહેલા ડોકટરની સલાહ લેવી જરૂરી બને છે.આ તમામ બાબતોની અવગણનાથી કિડની બગડી શકે.

કિડની બગડતી હોય તો લક્ષણો:

કિડની બગડતી હોય તો ઊબકા,ઊલટી,ભૂખ ન લાગે,થાક,ઊંઘની સમસ્યા,પગમાં અને આંખ નીચે તેમજ ચહેરામાં સુઝન,પેશાબમાં બદલાવ અને ફીણ આવવું,રાત્રે વારંવાર યુરીન જવું વિગેરે હોઈ શકે.

Leave a comment