ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી વિગતો મુજબ, કચ્છના વિશ્વવિખ્યાત ધોરડો ખાતે તૈયાર કરવામાં આવેલા લાઈટ એન્ડ સાઉન્ડ શો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ભૂજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિધાનસભા સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી (પ્રવાસન) ને આ પ્રોજેક્ટ અંગે સવાલ કર્યો હતો.
ધારાસભ્યએ તા. 31/12/2025 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ધોરડો ખાતે લાઈટ એન્ડ સાઉન્ડની કામગીરી, તેના ખર્ચ અને તેમાં વપરાયેલા કમ્પોનન્ટ વિશે વિસ્તૃત માહિતી માંગી હતી.
આ પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ધોરડોમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોની કામગીરી કરવામાં આવી છે. આ વિશેષ પ્રવાસન પ્રોજેક્ટ પાછળ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 6,74,95,085/- નો માતબર ખર્ચ થયો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.
સરકારના જવાબ મુજબ, આ પ્રોજેક્ટની કામગીરીમાં લાઈટ અને સાઉન્ડ શો, પ્રોજેક્ટર, સાઉન્ડ સીસ્ટમ, એસીપી (ACP) શીટ, અલગ અલગ પ્રકારની લાઈટીંગ, સ્ક્રિપ્ટ અને વોઈસ ઓવરનો સમાવેશ થાય છે.
