અદાણી મેડિકલ કોલેજમાં ઈમરજન્સી મેડિસિન અને એસોસિએશન ઓફ ઇમરજન્સી મેડિસિન એજ્યુકેટરના સહયોગથી યોજાયેલી કોન્ફ્ર. માં ભારતના ૨૨ નિષ્ણાતોનું માર્ગદર્શન

~ GAIMSમાં  યુનાઈટેડ કિંગડમ ડર્બી હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો.વેંકટ કોટમરાજુએ આપ્યું નિદર્શન

~ અકસ્માત કે હૃદય રોગ જેવી ઇમરજન્સીમાં  સમય જ મોટું શસ્ત્ર

ઈમરજન્સી ગણાતી હૃદય, અકસ્માત, મગજ, ઝેરીદવા પી લેવા સમાન ગંભીર  ઘટનામાં સારવારની પ્રત્યેક ક્ષણ ખુબજ કિંમત હોય છે, ત્યારે સમયને જ મોટું શસ્ત્ર સમજી સારવાર કરવા ઉપર ઈમરજન્સી મેડિસિન વિભાગના તબીબોને યુનાઈટેડ કિંગડમ સહિત ભારતના જુદાજુદા ઇમરજન્સી મેડિસિનના નિષ્ણાતોએ GAIMS ભુજ ખાતે પ્રાયોગિક અને શૈક્ષણિક માર્ગદર્શન  આપ્યું હતું.

અદાણી મેડિકલ કોલેજના “સુયોગ” સ્કીલ લેબમાં ઇમરજન્સી મેડિસિન વિભાગ મારફતે “ઈ એમ પલ્સ ૨૦૨૬” અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાના એસોસિએશન ઓફ ઇમરજન્સી મેડિસિન એજ્યુકેટરના સહયોગથી યોજાયેલી બે દિવસીય કોન્ફરન્સમાં ઓનલાઈન અને ઓફલાઇન મુજબ ૨૦૦ જેટલા ડેલિગેટ્સને માર્ગદર્શન આપતા ૨૨ જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રી નિષ્ણાતોએ ગંભીર દર્દીઓના જીવ બચાવવા માટે ઝડપી અને અસરકારક સારવાર ઉપર વિસ્તૃત વ્યાખ્યાન અને નિદર્શન આપ્યું હતું.

બે દિવસ ચાલેલી આ કોન્ફરન્સમાં યુ.કે.ની રોયલ ડર્બી હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો. વેંકટ કોટમરાજુએ સ્ટ્રોક ઉપર નવી માર્ગદર્શિકા અને સારવાર ઉપર સમજ આપી હતી. પ્રારંભ માં GAIMSના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ દરેક ફેકલ્ટી અને નિષ્ણાતોને આવકારી ઉમેર્યું કે, GAIMSમાં પ્રારંભમાં નાના પાયે ઇમરજન્સી મેડિસિન બ્રાન્ચ તરીકે શરૂ થયેલી આ શાખા હવે પૂર્ણ કક્ષાએ વિકસી છે, જેથી હવે GAIMSમાં અભ્યાસ અને સારવારની વિશાળ તકો ઉભી થઈ છે.

આ પ્રસંગે ઇમરજન્સી મેડિસિન વિભાગના  હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટીટયુટના સીની. પ્રોફે. ડો. આસિમા શર્મા,  ડી.વાય.પાટીલ મેડિકલ કોલેજ પૂણેના ડૉ. સરબરી સ્વાઈકા ,જયપુર એમ. જી. એમ. મેડિકલ કોલેજના પ્રોફે.ડો. સુચિત વાયા તથા ડો.રેવાંત અગ્રવાલ, લખનૌ ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડો.રાજીવ રતનસિંઘ યાદવ, બેંગલુરુ વ્યેદેહી મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટરના ડો.સહાના, બેંગલુરુ રામૈયા મેડિકલ કોલેજના ડો.હરિપ્રસાદ કે.વી., તમિલનાડુ NIMRA મેડિકલ કોલેજના ડો.સત્ય તેજા રવિ, મેદાંતા હોસ્પિટલ નોઇડાના ડો. નતાશા તથા મેરિંગો  સિમ્સ હોસ્પિટલના ડો.હર્ષિલ મેહતા, અમદાવાદના એચ.સી.જી. હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યૂરો સર્જન ડો.પાર્થ જાની, અમદાવાદ ન.મો.મેડિકલ કોલેજના ડો.મેહુલ ગજ્જર, વડોદરા મેડિકલ કોલેજના ડો.રીના પરીખ, રાજકોટ ના ડો.પ્રતીક દોશી તેમજ આણંદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ ડો.દર્શન શાહ અને ડો.કેયુર શાહે માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત મેડિકલ કાઉન્સિલ ઓબ્ઝર્વર  તરીકે ડો.બળવંતદાન ખડિયા ઉપસ્થિત રહ્યા હતા.

અદાણી હેલ્થ કેર ગ્રુપના હેડ ડૉ.પંકજ દોશીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ડીન ડો. એ.એન.ઘોષ, ચીફ મેડિકલ સુપ્રિ.ડો. નરેન્દ્ર હિરાણી, આસિસ્ટન્ટ.ડીન ડો.અજીત ખીલનાની સહિત ઇમરજન્સી મેડિસિનના અને અન્ય ક્ષેત્રના તબીબો જોડાયા હતા. ઈમરજન્સી મેડિસિનના એસો.પ્રોફે. સંકેત પટેલ તથા સિનિયર રેસિડેન્ટ ડો.શિવમ ભાનુશાલી અને ડો. રાહુલસિંહ જાડેજા એ કોન્ફરેન્સનું આયોજન કર્યું હતું. આ દરમિયાન વિશ્વ મહિલા દિન નિમિતે ઇમરજન્સી મેડિસિન સેવામાં કાર્યરત ૨૦થી વધુ મહિલા ડૉક્ટર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a comment