રાજ્યસભા ચૂંટણી પહેલાં 26 નેતાઓ બિનહરીફ ચૂંટાયા

દસ રાજ્યોની 37 બેઠકો માટે યોજાઈ રહેલી રાજ્યસભા ચૂંટણીમાં સાત રાજ્યોના 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયા છે. આમાં NCP (શરદ) પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે જેવા મુખ્ય નામોનો સમાવેશ થાય છે.

ઘણા રાજ્યોમાં વિપક્ષી દળોએ ઉમેદવારો ઉભા રાખ્યા ન હતા, જેના કારણે આ નેતાઓ મતદાન વિના જ રાજ્યસભામાં પહોંચી ગયા. જોકે, બિહાર, ઓડિશા અને હરિયાણાની 11 બેઠકો પર મુકાબલો થવાનો નિશ્ચિત છે. આ રાજ્યોમાં વધારાના ઉમેદવારો મેદાનમાં હોવાને કારણે ચૂંટણી યોજવામાં આવશે.

આ રાજ્યોમાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા :

મહારાષ્ટ્ર :

  • શરદ પવાર (એનસીપી)
  • રામદાસ આઠવલે (આરપીઆઈ-આઠવલે)
  • વિનોદ તાવડે (બીજેપી)
  • રામરાવ વડુકુટે (બીજેપી)
  • માયા ઇવનાતે (બીજેપી)
  • જ્યોતિ વાઘમારે (શિવસેના – શિંદે)
  • પાર્થ પવાર (એનસીપી)

તમિલનાડુ :

  • તિરુચી શિવા (ડીએમકે)
  • જે કોન્સ્ટેન્ટાઇન રવિન્દ્રન (ડીએમકે)
  • એમ થમ્બીદુરાઈ (એઆઈએડીએમકે)
  • અંબુમણિ રામદાસ (પીએમકે)
  • એમ ક્રિસ્ટોફર તિલક (કોંગ્રેસ)
  • એલ કે સુદીશ (ડીએમડીકે)

પશ્ચિમ બંગાળ :

  • રાહુલ સિંહા (બીજેપી)
  • બાબુલ સુપ્રિયો (ટીએમસી)
  • પૂર્વ ડીજીપી રાજીવ કુમાર (ટીએમસી)
  • સિનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામી (ટીએમસી)
  • કોયલ મલિક (ટીએમસી)

આસામ :

  • જોગેન મોહન (ભાજપ)
  • તેરોસ ગોવાલા (ભાજપ)
  • પ્રમોદ બોરો (યુપીપીએલ)

તેલંગાણા :

  • અભિષેક મનુ સિંઘવી (કોંગ્રેસ)
  • વેમ નરેન્દ્ર રેડ્ડી (કોંગ્રેસ)

છત્તીસગઢ :

  • લક્ષ્મી વર્મા (ભાજપ)
  • ફૂલો દેવી નેતામ (કોંગ્રેસ)

હિમાચલ પ્રદેશ :

  • અનુરાગ શર્મા (કોંગ્રેસ)

નોમિનેશન પાછું ખેંચવાની અંતિમ તારીખ પછી બિહારની 5, ઓડિશાની 4 અને હરિયાણાની 2 બેઠકો પર 16 માર્ચે ચૂંટણી યોજાશે.

આ ચૂંટણીઓમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીનના રાજ્યસભામાં પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કુલ 10 રાજ્યોની 37 બેઠકો માટે 40 ઉમેદવારોએ નોમિનેશન ભર્યું હતું. હવે 11 બેઠકો માટે 14 ઉમેદવારો મેદાનમાં છે, જેના કારણે બિહાર, ઓડિશા અને હરિયાણામાં એક-એક બેઠક પર મુકાબલો થશે.

Leave a comment