દિગ્ગજ ટેક કંપની એપલે પોતાનો અત્યાર સુધીનું સૌથી સસ્તું લેપટોપ ‘મેકબુક નિયો’ લોન્ચ કર્યું છે. કંપનીએ તેને એવા યુઝર્સ માટે રજૂ કર્યું છે જેઓ ઓછા બજેટમાં મેકબુકનો અનુભવ લેવા માંગે છે. તેની શરૂઆતની કિંમત ભારતમાં 69,990 રૂપિયા રાખવામાં આવી છે.
મેકબુક નિયોમાં A18 પ્રો ચિપસેટ આપવામાં આવ્યું છે. આ 6-કોર CPU અને 5-કોર GPU સાથે આવે છે. તેમાં 16-કોર વાળું ન્યુરલ એન્જિન (NPU) પણ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટાસ્કને ઝડપથી પ્રોસેસ કરે છે. આ ચિપ આઇફોન 16 પ્રોમાં મળતી હતી.
એપલનો દાવો છે કે સ્માર્ટફોન ચિપસેટ હોવા છતાં આ લેપટોપ બ્રાઉઝિંગ, વીડિયો સ્ટ્રીમિંગ, ફોટો એડિટિંગ અને ડેઇલી ઓફિસ વર્કને ખૂબ જ સરળતાથી હેન્ડલ કરી શકે છે.
ડિઝાઇનના મામલે આ ઘણે અંશે મેકબુક એર જેવું દેખાય છે. તેમાં 13-ઇંચની લિક્વિડ રેટિના (IPS LCD) ડિસ્પ્લે આપવામાં આવી છે. તેને ટકાઉ એલ્યુમિનિયમ એન્ક્લોઝરથી બનાવવામાં આવ્યું છે અને તે ચાર કલર્સ- બ્લશ, ઇન્ડિગો, સિલ્વર અને સિટ્રસમાં ઉપલબ્ધ થશે.
એપલ મુજબ, મેકબુક નિયોને એકવાર ફુલ ચાર્જ કરવા પર 16 કલાક સુધીનો વીડિયો પ્લેબેક ટાઈમ મળે છે. તેમાં 36.5Whની બેટરી લાગેલી છે. તેને બોક્સમાં મળતા 20Wના USB-C પાવર એડેપ્ટરથી ચાર્જ કરી શકાય છે.
- મેમરી: 8GBની યુનિફાઈડ મેમરી આપવામાં આવી છે
- સ્ટોરેજ: 256GB અને 512GB સ્ટોરેજ ઓપ્શન
તેમાં એક USB 3 ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે, જે ડિસ્પ્લે પોર્ટની જેમ પણ કામ કરે છે. આ ઉપરાંત એક બીજો USB 2 ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો હેડફોન જેક પણ મળે છે. તે 60Hz રિફ્રેશ રેટ પર એક એક્સટર્નલ 4K ડિસ્પ્લેને સપોર્ટ કરી શકે છે.
ભારતમાં મેકબુક નિયોની શરૂઆતની કિંમત 69,990 રૂપિયા છે. તેના માટે પ્રી-ઓર્ડર એપલની વેબસાઇટ પર શરૂ થઈ ગયા છે. તેનું વેચાણ 11 માર્ચથી શરૂ થશે.
આ લેટેસ્ટ macOS પર કામ કરશે. વીડિયો કૉલ માટે તેમાં 1080p ફેસટાઇમ HD કેમેરા અને સ્પેશિયલ ઑડિયો સપોર્ટવાળા ડ્યુઅલ સ્પીકર આપવામાં આવ્યા છે.
