ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI)ની ભરતી પ્રક્રિયાનું ફાઇનલ પરિણામ જાહેર કર્યું છે. જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત કુલ 472 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં આખરી પરિણામમાં કુલ 472 ઉમેદવારોનું સિલેક્શન થયું છેઅને 95 ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.

