ChatGPT બની દુનિયાની બીજા ક્રમની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ

OpenAIની ChatGPT હવે બની દુનિયાની બીજા ક્રમની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ. Sensor Towerના હાલની ગ્લોબલ મોબાઇલ રિપોર્ટ અનુસાર આ AI આધારિત ટૂલને એપલના એપ સ્ટોર અને ગૂગલના પ્લે સ્ટોર પર ખૂબ જ ડાઉનલોડ કરવામાં આવી છે. ચેટજીપીટી AIની કેટેગરીમાં આ વર્ષે સૌથી વધુ ડાઉનલોડ થયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એપ બની ગઈ છે. તેની લોકપ્રિયતામાં આવેલા આ ઉછાળા મોબાઇલ એપ્સમાં AI ટૂલ્સ તરફના મોટા ફેરફારને દર્શાવે છે. ડાઉનલોડ્સમાં, ઇન-એપ ખરીદીની આવકમાં અને એપ્લિકેશનમાં વધુ સમય પસાર કરવામાં દુનિયાભરમાં TikTok ટોચ પર છે.

આ રિપોર્ટ અનુસારા AI અસિસ્ટન્ટ્સના ઉપયોગમાં આવેલા મોટા ઉછાળાને પણ દર્શાવવામાં આવ્યો છે. એપ્લિકેશનની કેટેગરી અનુસાર જે કેટેગરીની એપ્સ પર સૌથી વધુ સમય પસાર કરવામાં આવે છે એમાં 10માં ક્રમે AIની કેટેગરી આવે છે. આ કેટેગરીમાં વર્ષની સરખામણીએ છેલ્લા વર્ષમાં 426%નો વધારો જોવા મળ્યો છે. આ વધારો એપ ડાઉનલોડ્સ અને ઇન-એપ ખરીદીની આવકને કારણે સૌથી ઝડપી વધતી સેગમેન્ટ્સમાંનું એક બની ગયુ છે. આ વધારામાં ChatGPTનો સૌથી મોટો ફાળો રહ્યો છે. એના ડાઉનલોડ્સમાં 148%નો ઉછાળો અને ઇન-એપ ખરીદી આવકમાં 254%નો અદ્ભુત વધારો નોંધાયો છે.

ChatGPTનો વિકાસ ખાસ કરીને અમેરિકામાં નોંધપાત્ર રહ્યો છે. તે 2025ના ચોથા ત્રિમાસિકમાં પુરુષોમાં નવમી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ બની ગઈ છે. આ દર્શાવે છે કે જનરેટિવ AI હવે એક્સપેરિમેન્ટમાંથી રોજિંદા ઉપયોગ તરફ આગળ વધી રહ્યું છે. અન્ય AI એપ્સ જેમ કે Google Gemini, DeepSeek, Doubao, Perplexity, Grok, Meta AI અને Microsoft Copilotને પણ આ ટ્રેન્ડનો લાભ મળ્યો. Adobe Acrobat Reader જેવી નોન-AI એપ્સ પણ જનરેટિવ ફીચર્સના ઇન્ટિગ્રેશનને કારણે AI ડાઉનલોડ રેન્કિંગમાં સામેલ થઈ છે.

AI ટૂલ્સનો ઉછાળો મોબાઇલ એપ માર્કેટને બદલી રહ્યો છે. Sensor Towerના 2014થી ચાલતા ડેટા મુજબ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડાઉનલોડ્સ હવે સ્થિર થઈ રહ્યા છે, પરંતુ આ એપ્સમાંથી આવકમાં વધારો થયો છે. આ દર્શાવે છે કે યુઝર્સ વધુ પડતું એપ્સનો ઉપયોગ કરી રહ્યાં છે અને ડેવલપર્સ માટે મોનેટાઇઝેશન વધુ મજબૂત બની રહ્યું છે. ChatGPTની ઇન-એપ ખરીદી આવકમાં 254%નો ઉછાળો દર્શાવે છે કે યુઝર્સ હવે પ્રીમિયમ AI ફીચર્સ અથવા સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવણી કરવા વધુ તૈયાર છે.

Leave a comment