અદાણી મેડિ.કોલેજના ભાવી તબીબોએ મેડિ. વિજ્ઞાન અને કલાનું રંગોળીના માધ્યમથી સર્જ્યું અનોખું મિલન

~ ભુજની કોલેજના એનાટોમી વિભાગ પ્રેરિત સ્પર્ધામાં માનવ શરીરરચના અને ગર્ભ નિર્માણનું રંગોળી દ્વારા ૧૪૩ મેડિ.છાત્રોએ કર્યું દિલચશ્પ ચિત્રણ

કોઈપણ વિષયનો અભ્યાસ જો  કલાના માધ્યમથી કરવામાં આવે તો તે સરળતાથી યાદ રહી જાય છે,એવા ભાવ સાથે અદાણી મેડિકલ કોલેજના ભાવી તબીબો માટે એનાટોમી વિભાગે  ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને લોકકલા સમી રંગોળી સાથે મેડિ. વિજ્ઞાનને જોડતી સ્પર્ધા યોજી હતી. 

કોલેજના ડિસેકશન હોલમાં યોજાયેલી આ હરિફાઈ માટે એનાટોમી વિભાગના હિસ્ટોલોજી(શરીરરચના વિજ્ઞાન) અને માનવ ગર્ભ નિર્માણ અને વિકાસ (એમ્બ્રોયોલોજી) એમ બે વિષયની તમામ આંતરિક શરીરરચનાને  રંગોળી રૂપે નિરૂપણ કરી છાત્રોએ વિજ્ઞાન અને કલાનું  સુંદર મિલન સર્જ્યું હતું.

એનાટોમી વિભાગના હેડ અને આસિ.ડીન ડૉ.સચિન પાટિલના જણાવ્યા મુજબ “વ્હેર એનાટોમી મિટસ આર્ટ”(શરીરચના વિજ્ઞાનનું કલાથી મિલન)થીમ ઉપર  ભાવી તબીબોએ કોલેજના તમામ  ઘરાનાના ૧૪૩ છાત્રો જોડાયા હતા. તેમને ૧૦- ૧૦ ગ્રુપમાં વિભાજિત કર્યા હતા  તેમણે  રંગોળી રૂપે શરીરરચનાનું  આલેખેન  કર્યું હતું.  કોલેજના મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈ, ડીન ડો.એ એન.ઘોષ અને આસિ.ડીન ડો.અજીત ખીલનાનીએ રસપૂર્વક નિરીક્ષણ કરી સ્પર્ધકોને બિરદાવ્યા હતા. 

આ સ્પર્ધાના નિરીક્ષક તરીકે ડો.પારસ પારેખ,ડો.શ્રેયસ મહેતા,ડો.હિરલ ગોલકિયા અને ડો.ધારા ગોસ્વામી રહ્યા હતા.

Leave a comment