જી. કે. જન. હોસ્પિ.ના મેડિસિન વિભાગે ભચાઉના યુવાનની નિયત સમયે ગંભીરતા પારખી લેતાં સ્થિતિ ઘાતક બને તે પહેલાં સંભાળી લીધી

~ ઝેરી દવા અને ડાયાબિટીસને કારણે યુવાનના મગજ ફેફસામાં જાનલેવા જટિલતા સર્જાઈ પણ બચાવી લેવાયો

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં ૨૨ વર્ષીય યુવાને ખેતર વાડીમાં વપરાતી ઝેરી દવા પી  લેતા મગજ, ફેફસાં અને કીડનીમાં અસર થવાને કારણે જાનલેવા જટિલતા ઊભી થતાં મેડિસિન વિભાગની સમયસરની સારવારના અંતે જીવતદાન મળ્યું હતું.

હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભટના માર્ગદર્શન હેઠળની આ સારવાર અંગે ડો.બ્રિજેશ બ્રહ્મભટે જણાવ્યું હતું કે,એક બાજુ જન્મજાત ટાઇપ – ૧ ડાયાબિટીસ અને ઉપરથી ઝેરી દવાની ઘાતક જીવલેણ અસરમાં  જો યોગ્ય સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ થાય અગરતો લાંબી બેભાન અવસ્થામાં સરી પડે  છે.

સારવારમાં જોડાયેલા તબીબોના જણાવ્યા અનુસાર ભચાઉના ૨૨ વર્ષીય યુવાને કોઈ કારણસર ઝેરીદવા પી લેતાં તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પરંતુ તેની હાલત  ત્રણ દિવસ પછી પણ વધુ બગડતા જી.કે.માં બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યો. 

તેનું અત્રે નિદાન કરાતા જાણવા મળ્યું કે  ઝેર તો પીધું હતું, પરંતુ જન્મજાત ડાયાબિટીસને કારણે સંયુક્ત રીતે જટીલ અસર થવાથી શરીરમાં કીટોન જેવા ઝેરી એસિડનું નિર્માણ(કીટો એસીડોસીસ)થતાં ઝેરી એસિડ  મગજ અને કિડનીમાં પહોંચી જવાથી શ્વાસ ફૂલતો હતો.આ સ્થિતિમાં શરીરને વધુ ઇન્સ્યુલિનની જરૂર પડતી હોય છે. પરિણામે દર્દીને તાત્કાલિક વેન્ટિલેટર ઉપર લઈ સારવાર શરૂ કરી.

એકજ દિવસમાં વેન્ટિલેટર ઉપરથી હટાવી કુલ સાત દિવસની સારવાર બાદ ઝેરનું મારણ કરી એસિડનું સ્તર સામાન્ય થતાં દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો.આ સારવારમાં ડો.જયકિશન રાઠોડ, ડો.વિજય જાંગીડ, ડો. રેનિસ પટેલ, ડો.અક્ષત ધોળકિયા અને ડો. પ્રિયા જોડાયા હતા.

Leave a comment