જી.કે.જન હોસ્પિ.ના ડાયેટિસ્યને કઠોળના  સેવન ઉપર મૂક્યો ભાર

~ કઠોળ માત્ર દાણા નહીં પણ પોષણનો પાવરહાઉસ

કઠોળ માત્ર દાણા નથી,પરંતુ એ પોષણનો પાવરહાઉસ છે. જોકે કઠોળનું મહત્વ ભૂલાતું જવાય છે. એટલેજ વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી ૧૦મી ફેબ્રુઆરી ૨૦૧૮થી  વિશ્વ કઠોળ દિવસ ઉજવવામાં આવે છે.

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના ખાધ નિષ્ણાત (ડાયેટિસ્યન) તન્વીબેન મજેઠીયાએ કહ્યું કે, રોજિંદા જીવનમાં કઠોળનું સેવન કરવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન અને પોષણ મળે છે. ચણા, મગ, રાજમા, લીલા વટાણા, તુવેર જેવા કઠોળમાંથી શરીર માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે.

કઠોળ પોષક તત્વોનો ખજાનો  છે,  કેમકે  હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં સહાયભૂત છે. તેમાં ફાયબરનું પ્રમાણ હોવાથી વજનનું નિયમન કરે છે. પ્રોટીન હોવાથી ભૂખ લાગતી ન હોવાથી શરીરને મેઇન્ટેન કરે છે. માંસપેશી મજબૂત કરે છે. રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. કબજિયાત માટે પણ રાહતરૂપ છે. પાચનતંત્ર સુધારે છે. ડાયાબિટીસ જેવા રોગમાં કઠોળનું સેવન લાભપ્રદ રહે છે.

આ ઉપરાંત તેમાં આયર્ન, પોટેશિયમ હોય છે. ઉપરાંત  ફોલેટ પણ રહેલું હોય છે, જે નવી રક્ત કોશિકાઓના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, એમ ડાયેટિસ્યને  વધુમાં જણાવ્યું હતું. આમ તો દરેક કઠોળનું મહત્વ છે, પરંતુ ચણાને કઠોળનો “રાજા” કહેવામાં આવે છે.

કઠોળના આ રીતે અનેક ફાયદા છે. તેમ છતાં તાસીર મુજબ કેટલાકને ગેસ જેવી આડઅસર થાય છે. તેવા સંજોગોમાં કાચું  ખાવાને બદલે બાફીને ખાવાની ભલામણ કરવામાં આવે છે. ઉપરાંત આવી અસરમાં સવારે અથવા બપોરે ખાવાની સલાહ આપવામાં આવે છે. સૂર્યાસ્ત પછી ગેસ જેવી સમસ્યામાં કઠોળ ખાવાનું ટાળવા જણાવવામાં  આવે છે. બીજી કોઈપણ આડઅસરમાં તબીબ કે ખાધ્ય નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તેનું સેવન કરવા જણાવ્યું છે.

Leave a comment