નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 1.14 કરોડ પડાવ્યા

રાજકોટના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 1.14 કરોડ પડાવનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે. હરિયાણાથી યશ બેંકના સેલ્સ ઓફીસર સહિત બે શખ્સોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આરોપી બેંક કર્મીએ શંકર રાજપુતના નામે બેન્ક એકાઉન્ટ ખોલી ફ્રોડના રૂપિયા 1 કરોડ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ રૂ.1.14 કરોડ પડાવી લેતાં ચકચાર મચી જવા હતી. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધાવી હતી જેમાં કુરબાનભાઈ બદામી (ઉ.વ.76)ને તમારો ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો ગ્રાફી, ઓનલાઇન ગેંમીંગ, સાયબર આંતકવાદમાં થયેલ છે કહીં ફસાવી સાયબર ગઠિયાઓએ રૂપીયા પડાવ્યાં હતા.

આ કેસમાં પોલીસે અગાઉ 14 આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ બે આરોપી શંકર સોહનલાલ રાજપુત (ઉં.વ.27) અને શુભમ રઘુવીરસિંધ (ઉં.વ.30)ને હરીયાણાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી શુભમ યસ બેંકમા સેલ્સ ઓફીસર તરીકે ફરજ બજાવતો હતો. જેણે સહ આરોપી શંકર રાજપુતના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે બેંક એકાઉન્ટમા ફરીયાદી સાથે થયેલ સાયબર ફ્રોડના કૂલ રૂ.1 કરોડ ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટના એરપોર્ટ રોડ પર એકજા નગરમાં રહેતાં 76 વર્ષીય કુરબાનભાઈ બદામીને ’હું જીઓ ટેલીકોમ કંપનીમાંથી બોલુ છુ, તમારો ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો ગ્રાફી, ઓનલાઇન ગેંમીંગ, સાયબર આંતકવાદમાં થયેલ છે કહીં ફસાવ્યાં હતાં. બાદમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી તમારા આધાર કાર્ડ પરથી અલગ અલગ રાજ્યમાં ખાતા ખુલેલ છે, મનીલોડરીંગ, સાયબર આંતકવાદમાં તમારૂ આધાર કાર્ડ વપરાયેલ છે.

તમને 10 વર્ષથી આજીવન કેદની શિક્ષા થશે કહીં ડિજિટલ એરેસ્ટ કરી લીધાં હતાં. ઉપરાંત સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના સહી-સિક્કા સાથેના દસ્તાવેજ મોકલી કુલ રૂ.1.14 કરોડ ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. જે અંગે તેઓની કેનેડા સ્થિત પુત્રીને જાણ થતાં ભાંડો ફૂટ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા કિશોરકુમાર કરશનભાઈ રંગાણી નામના પોલીસે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ઓપરેશન મ્યુલ હન્ટ અંર્તગત અલગ અલગ રાજ્યોમાં સાયબર ક્રાઈમની ફરીયાદોમાં મ્યુલ બેંક એકાઉન્ટ રાજકોટ શહેરમાથી ATM તથા ચેકથી ઉપડેલ સાયબર ફ્રોડના નાણાની હેર ફેર તેમજ નાણા એકાઉન્ટમાંથી વિથડ્રો કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દરમિયાન એક અરજીની તપાસમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાના એકાઉન્ટ તથા એક્સિસ બેન્કના એકાઉન્ટ અને એચડીએફસી બેંકના એકાઉન્ટ સમન્વય પોર્ટલ પર ચેક કરતા 239 સાયબર ફ્રોડની રકમ ત્રણેય બેંક એકાઉન્ટમા ટ્રાન્સફર થઇ હતી જેથી ત્રણેય બેંક એકાઉન્ટની માહીતી મેળવી તપાસ કરતા બેન્ક એકાઉન્ટ જોગી કૃપા એન્ટરપ્રાઈઝ નામથી પેઢીના પ્રોપરાઈટર મૈશરૂ હીરાભાઈ ધ્રાંગીયાના નામે હોવાની માહિતી મળી હતી.

આરોપી મૈસુર હીરાભાઈ ધ્રાંગીયા જોગી કૃપા એન્ટરપ્રાઇઝનો પ્રોપરાઇટર હોવાનું અને તેના બેન્ક એકાઉન્ટમાં ફ્રોડના કુલ 1.17 કરોડ ટ્રાન્સફર થયા હતા અને તે ફ્રોડના નાણા હોવા છતાં મૈસુર ધ્રાંગીયાએ ATM અને ચેકથી વીડ્રો કર્યાનું સામે આવતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a comment