અંબાજીમાં અમદાવાદી માઈભક્તે 500 ગ્રામ સોનાનું દાન કર્યુ

શક્તિપીઠ અંબાજી ખાતે અમદાવાદના એક શ્રદ્ધાળુએ માતાજીના ચરણોમાં 500 ગ્રામ સોનાનું દાન અર્પણ કર્યું છે. બજાર ભાવ મુજબ આ સોનાની અંદાજિત કિંમત 72 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને મળેલા આ દાનમાં 100-100 ગ્રામની સોનાની 5 લગડીઓનો સમાવેશ થાય છે. શ્રદ્ધાળુએ માતાજી પ્રત્યેની અતૂટ આસ્થાના પ્રતીકરૂપે આ દાન આપ્યું હતું. નવા વર્ષની શરૂઆતમાં જ હાર-મુકુટ સહિત એક કિલોથી વધારે સોનાનું માઈભક્તો દ્વારા અંબાજી મંદિરને દાન કરાયું છે.

જગતજનની અંબાનું ધામ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ મનાય છે. વર્ષભર દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવતા હોય છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા અથવા શ્રદ્ધાના ભાગરૂપે સોનું, ચાંદી, રોકડ રકમ અને કિંમતી આભૂષણો મંદિરમાં અર્પણ કરતા હોય છે. આ પરંપરા અંતર્ગત જ આજે મંદિરને આ માતબર દાન પ્રાપ્ત થયું છે.

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને મળેલા આ દાનમાં 500 ગ્રામ વજનની સોનાની 5 લગડીઓનો સમાવેશ થાય છે. શ્રદ્ધાળુએ આ દાન મંદિરની વહીવટી કચેરી ખાતે સુપરત કર્યું હતું.

મંદિરમાં છેલ્લા કેટલાક દિવસોથી દાનનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ શ્રદ્ધાળુઓએ કરોડો રૂપિયાની ભેટ માતાજીને અર્પણ કરી છે.

અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને 620 ગ્રામ સોનાનો મુકુટ અર્પણ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 43.51 લાખ રૂપિયા હતી.

Leave a comment