જી.કે. જન. હોસ્પિ.ના ઓર્થો અને ફિઝિયોથેરાપી વિભાગના સંયુક્ત પ્રયાસથી બાંધણીના કારીગર બેનને રાહત

~ મહિલાને એકજ વીકમાં સાયટિકાની ગંભીર પીડામાંથી મુક્ત કરી વ્યવસાયમાં પુનઃ પ્રવૃત કર્યાં

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગના સચોટ પ્રયત્નોને કારણે છેલ્લા ૬ મહિનાથી સાયટિકાના ગંભીર દુ:ખાવાથી પીડિત મહિલાને માત્ર એકજ અઠવાડિયામાં  ફીઝીયોથેરાપી આપીને તેમને  વ્યવસાયમાં પુનઃ પ્રવૃત કર્યાં.

૪૩ વર્ષીય તહીનાબેન ખત્રીએ સારવાર લીધી પરંતુ ધાર્યું પરિણામ ન આવતા ઓર્થો વિભાગે  ફિઝિયોથેરાપીની  ભલામણ કરી,તે પગલે તેમણે અત્રેની ફિઝિયોથેરાપી વિભાગનો સંપર્ક કર્યો,જ્યાં  સ્ટ્રચિંગ  અને આધુનિક ઇલેક્ટ્રોથેરાપી આપવામાં આવી તેમજ ઘરે રહીને જ કરી શકાય તેવી આવશ્યક કસરતો પણ શીખવવામાં આવી.દર્દીએ પણ અક્ષરશઃ પાલન કરતાં સચોટ પરિણામ મળ્યું.

હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડો.પૂજા ગોરએ દર્દીને સાયટિકા શું છે,શામાટે થાય છે તેમજ શું ધ્યાન રાખવું એ અંગે માર્ગદર્શન આપ્યું અને ડો.દીતી ઠક્કરે ફિઝીઓથેરાપી  આપી હતી. તેમણે કહ્યું કે,કેટલીકવાર દવા લેવા છતાં જોઈએ તેવું પરિણામ નથી મળતું ત્યારે  ફિઝિયોથેરાપી કારગર બને છે. આમ એકજ વીકમાં દર્દીને દર્દમાંથી રાહત મળી હતી.તેઓ આજે  પીડામુકત બની બાંધણીનો વ્યવસાય કરી રહ્યા છે.

Leave a comment