HCL ટેકનો નફો ત્રીજા ક્વાર્ટરમાં 11% ઘટીને ₹4,076 કરોડ

IT કંપની HCL ટેકની ત્રીજી ક્વાર્ટરમાં કુલ કમાણી એટલે કે ટોટલ ઇનકમ 34,257 કરોડ રૂપિયા રહી. આ ગયા વર્ષની સરખામણીમાં 12.80% વધુ છે. કંપનીની આ કમાણીમાં ઓપરેશનમાંથી રેવન્યુ 33,872 કરોડ રૂપિયા રહ્યું.

જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 27,792 કરોડ રૂપિયા રહ્યો અને તેણે કુલ 1,427 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો.

કુલ આવકમાંથી ખર્ચ અને ટેક્સ બાદ કરીએ તો, કંપનીને ત્રીજા ક્વાર્ટરમાં 4,076 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ થયો. વાર્ષિક ધોરણે આ 11.21% ઘટ્યો છે.

કંપનીને ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 4,591 કરોડ રૂપિયાનો નફો થયો હતો. HCL ટેકે સોમવારે (12 જાન્યુઆરી) ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY26, ત્રીજો ક્વાર્ટર)ના પરિણામો જાહેર કર્યા છે.

જો તમારી પાસે HCL ટેકના શેર છે, તો કંપનીના બોર્ડે શેરધારકોને પ્રતિ શેર 12 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડ (લાભાંશ)ને પણ મંજૂરી આપી છે. કંપનીઓ પોતાના શેરધારકોને નફાનો અમુક ભાગ આપે છે, તેને ડિવિડન્ડ કહેવાય છે.

કંપનીઓના પરિણામો બે ભાગમાં આવે છે- સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ. સ્ટેન્ડઅલોનમાં ફક્ત એક યુનિટનું નાણાકીય પ્રદર્શન દર્શાવવામાં આવે છે. જ્યારે, કન્સોલિડેટેડ અથવા એકીકૃત નાણાકીય રિપોર્ટમાં સંપૂર્ણ કંપનીનો રિપોર્ટ આપવામાં આવે છે.

પરિણામો પહેલાં HCLનો શેર આજે 0.34%ના વધારા સાથે 1,667 રૂપિયા પર બંધ થયો. HCL ટેકના શેરે છેલ્લા 5 દિવસમાં 3.5% રિટર્ન આપ્યું છે. જ્યારે 1 મહિનામાં શેર 1% ઘટ્યો અને 6 મહિનામાં 3% વધ્યો છે.

એક વર્ષમાં કંપનીનો શેર 16% ઘટ્યો છે. ફક્ત આ વર્ષે એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીની વાત કરીએ તો કંપનીનો શેર 3% વધ્યો છે. કંપનીની માર્કેટ વેલ્યુ 4.52 લાખ કરોડ રૂપિયા છે.

Leave a comment