શ્રી કરણ અદાણીએ ગુજરાતના રાજકોટમાં  વાઇબ્રન્ટ ગુજરાત 2026માં આપેલ વક્તવ્ય

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલજી,માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી,પ્રતિષ્ઠિત મંત્રીશ્રીઓ, વૈશ્વિક ઉદ્યોગપતિઓ, ભારત અને વિશ્વભરમાંથી પધારેલા મિત્રો, બહેનો અને ભાઇઓ

આદરણિય પ્રધાનમંત્રીશ્રી,

આપના નેતૃત્વ હેઠળ, ભારતમાં ફક્ત કદમાં જ નહીં પરંતુ આપણી માનસિકતામાં પણ મૂળભૂત પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રને લાંબા ગાળાનું વિચારવાનું, ઘોષણોઓને બદલે સંસ્થાઓનું નિર્માણ કરવાનું અને વિકાસને પ્રકલ્પની હારમાળા તરીકે નહીં, પરંતુ સભ્યતાના મિશન તરીકે જોવાનું આપે શીખવ્યું છે. શાસન અને માળખાગત સુવિધાઓમાં સુધારાથી લઈને ભારતના વૈશ્વિક વિશ્વાસની પુનઃસ્થાપના કરવા સુધી લોકશાહીમાં નિર્ણાયક નેતૃત્વ કેવું દેખાય છે તેની આપે ફરીથી વ્યાખ્યા કરી છે. આજે  ભારત ફક્ત વિકાસની કામના કરતું નથી – પરંતુ તે  નેતૃત્વ કરવાનું, ધોરણો નક્કી કરવાનું અને વિશ્વના ભવિષ્યને આકાર આપવાની મહેચ્છા રાખે છે. અને આ ફિલસૂફીના જીવંત પુરાવા તરીકે ગુજરાત ઊભું છે કે જ્યાં દ્રષ્ટિ અમલીકરણ મારફત તાલમેલ સાધે છે અને મહત્વાકાંક્ષાને પ્રદાનનું પ્રચંડ સમર્થન છે.

         ભારતના સૌથી વધુ ઔદ્યોગિક રીતે વિકસિત અને વૈશ્વિક સ્તરે જોડાયેલા રાજ્યોમાં આજે  ગુજરાત સ્થાન ધરાવે છે. ગુજરાતના સંકલિત વિકાસનો ખરેખર અર્થ શું છે. તેનું દ્રષ્ટાંતરુપે આજે ભારતના જીડીપીમાં ગુજરાતનું આઠ ટકાથી વધુ યોગદાન, ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો ૧૭ ટકા હિસ્સો, દેશના ૪૦ ટકા કાર્ગોનું તેના બંદરો દ્વારા સંચાલન અને નવીનીકરણીય ઉર્જામાં એક અગ્રણી બની રહયાની હકિકતો સૌની નજર સામે છે 

          આ ઉપલબ્ધિ રાતોરાત પ્રાપ્ત થઇ નથી, આપના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના કાર્ય કાળમાં આપે સુશાસન અને અમલીકરણની સમાંતર ગતિ સાથે રાજ્યો ખરેખર રૂપાંતરિત થઈ શકે છે તે પુરવાર કરી બતાવ્યું છે. ’ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’રાષ્ટ્રીય શબ્દભંડોળનો હિસ્સો બન્યું તે પહેલાં  ગુજરાતે વ્યવહારમાં ઓછી ઝંજટ, ઝડપી નિર્ણયો, મજબૂત સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકતા માટે ઊંડો આદરભાવની ભાવનાને અમલી બનાવી તેનો અર્થ શું છે તે દર્શાવ્યું છે.

આપ પ્રધાનમંત્રી તરીકે આ ફિલસૂફી સમગ્ર ભારતમાં લઈ ગયા છો પરિણામે સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદ દ્વારા રાજ્યો વિકાસના એન્જિન બન્યા છે. મોટા પાયે માળખાગત સુવિધાઓનું નિર્માણ થવા સાથે નીતિગત સ્થિરતા પાછી આવી છે. અને ભારત આજે રોકાણ અને ઉત્પાદન માટે વિશ્વના સૌથી આકર્ષક સ્થળોમાંના એક તરીકે ઉભરી રહ્યું છે.

જ્યારે વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતા અને વિભાજનનો સામનો કરી રહ્યું છે, એવા સમયે ભારત એક તેજસ્વી સ્થળ તરીકે ઉભરી રહેવા સાથે 8 ટકાની નજીક વૃદ્ધિ પામી રહ્યું છે, ઉત્પાદનોના તેના આધારને વિસ્તારી રહ્યું છે, અને ભરપૂર આત્મવિશ્વાસ સાથે $5-ટ્રિલિયન અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

આ રાષ્ટ્રીય સફરમાં કચ્છ પરિવર્તનનું ખૂબ જ શક્તિશાળી પ્રતીક બની પ્રસ્તુત થયું છે.

એક સમયે અંતરિયાળ અને પડકારજનક મનાતું કચ્છ આજે ભારતના સૌથી વ્યૂહાત્મક ઔદ્યોગિક, લોજિસ્ટિક્સ અને ઉર્જા કેન્દ્રોમાંના એક તરીકે ઉપસી આવ્યું છે. અદાણી સમૂહ માટે, મુન્દ્રા અમારી કર્મભૂમિ છે. તે માત્ર ભારતનું સૌથી મોટું વાણિજ્યિક બંદર અને સંપૂર્ણ સંકલિત મલ્ટિમોડલ લોજિસ્ટિક્સનો ગેટવે નથી, પરંતુ ભારતના સૌથી મોટા કોપર સ્મેલ્ટર પ્લાન્ટ, કોલસાથી પીવીસી સંકુલ અને સૌર ઉત્પાદન સંકુલની ઇમારત પણ છે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી માત્ર પ્રદેશ જ નહીં, પરંતુ ઉદ્યોગો કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તે મુન્દ્રાએ દર્શાવ્યું છે .

ખાવડામાં અમે ૩૭ ગીગાવોટ ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા પાર્ક વિકસાવી રહ્યા છીએ. આ ફક્ત એક ઉર્જા પ્રકલ્પ નથી પરંતુ આર્થિક વિકાસ, હવામાન પ્રત્યેની જવાબદારી અને ઉર્જા સુરક્ષા એકસાથે આગળ વધી શકે છે તે દર્શાવતું ભારતનું વિશ્વ સમક્ષ નિવેદન છે.

અદાણી સમૂહ માટે ગુજરાત ફક્ત રોકાણનું રાજ્ય નહી પણ  અમારો પાયો છે. અમારા ચેરમેન શ્રી ગૌતમ અદાણી, હંમેશા માનતા આવ્યા છે કે અમારા સમૂહનો વિકાસ રાષ્ટ્રના વિકાસથી અવિભાજ્ય રહેવો જોઈએ. આ ગુજરાત એ છે જ્યાંથી અમારી સફર શરૂ થઈ હતી, અને એ જ ગુજરાત છે જ્યાં અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા ટકી રહી છે.

આ પાયાના આધારે અદાણી સમૂહ આગામી પાંચ વર્ષમાં કચ્છ ક્ષેત્રમાં ₹૧.૫ લાખ કરોડનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે અમારો ખાવડા પ્રકલ્પ પૂર્ણ કરીશું અને ૨૦૩૦ સુધીમાં ૩૭ ગીગાવોટ ક્ષમતા પૂર્ણ કરીશું, અને અમે આગામી દસ વર્ષમાં મુન્દ્રા ખાતે અમારી બંદર ક્ષમતા પણ બમણી કરીશું.

આ દરેક રોકાણ ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ રોજગાર સર્જન, ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા, ટકાઉપણું અને લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતા સાથે બંધ બેસે છે.

ભારત જેમ જેમ વિક્સિત ભારત -૨૦૪૭ તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ ગુજરાત આ રાષ્ટ્રીય પરિવર્તનનો આધારસ્તંભ બની રહેશે. અદાણી સમૂહ મજબૂત, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે માનવંતા ભારતનું નિર્માણ કરવામાં વિશ્વસનીય ભાગીદાર બનવા માટે પ્રતિબદ્ધ છે.

ધન્યવાદ

          જયહિંદ

Leave a comment