અદાણી ફાઉન્ડેશન નવીનાળ ગામને સંપૂર્ણ સોલાર ગામમાં પરિવર્તિત કારવાનો પ્રોજેક્ટ હાથ ધરશે તદુપરાંત મોડેલ વિલેજ હેઠળ વિવિધ વિકાસ લક્ષી કર્યો પણ કરવામાં આવશે.: શ્રી રક્ષિતભાઈ શાહ
અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ કોપરના સી.ઇ.આર બજેટ હેઠળ નવીનાળ ગામમાં ગ્રામ વિકાસ સમિતિ-નવીનાળના સહયોગ થકી કમ્યુનિટિ ઇન્ફ્રાસ્ટ્રકચર શેડનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જૈન મહાજન વાડી, નવીનાળ ખાતે યોજવામાં આવ્યો હતો જેમા અદાણી પોર્ટસના એકઝીક્યુટિવ ડાયરેક્ટરશ્રી રક્ષિતભાઈ શાહનું ઢોલ, શરણાઈ અને ફૂલ વર્ષા કરી સ્વાગત કર્યું હતું, ગ્રામજનોએ વરઘોડો કાઢી સામૈયું કર્યું જેમાં ગામના બધાજ સમાજના લોકોએ સામૈયામાં તેમનું ફૂલ-હારથી સન્માન કર્યું હતું, તથા 900 જેટલા ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા જેમાં આ બધાજ સમાજના લોકો એકત્ર થયા હતા.
આ તમામ પ્રોજેક્ટમાં મજબૂત ફ્લોરની સુવિધા સાથે બાંધકામની યોજના છે, જેથી વરસાદની મોસમમાં પણ આરામદાયક અને સતત ઉપયોગ થઈ શકે. આ શેડ્સનું નિર્માણ આધુનિક તકનીકથી કરવામાં આવશે, જેથી તેઓ વાતાવરણને અનુરૂપ હોય અને લાંબા સમય સુધી ટકી રહે. આ પ્રોજેક્ટ્સમાં સ્થાનિક રોજગારી થકી કરવામાં આવશે.
આ પ્રસંગે અદાણી પોર્ટસના એકઝીક્યુટિવ ડાયરેક્ટરશ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન હંમેશા સંવેદનશીલ રહ્યું છે, અમે માનીએ કે દરેક વ્યક્તિને મૂળભૂત સુવિધાઓ મેળવવાનો સમાન અધિકાર છે. ગામના દરેક સમાજ અને દરેક વ્યક્તિના જીવનને સુખી, સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારીને ફાઉન્ડેશન ખૂબ જ ગંભીરતાથી લે છે. આ જ કારણ છે કે અદાણી ફાઉન્ડેશન નવીનાળ ગામ અને તેના ગામજનોની સતત પડખે ઊભું રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓએ આહ્વાન કર્યું હતું કે હવે લોકો કંપની જોડે સીધા જ જોડાઓ જેથી પ્રોજેક્ટ્સ સ્થાનિક જરૂરિયાતો અનુસાર જ રચાય અને તેનો લાંબાગાળાનો લાભ મળે વધુમાં ઉમેર્યું હતું કે આવનાર સમયમાં અદાણી ફાઉન્ડેશન નવીનાળ ગામને સંપૂર્ણ સોલાર ગામમાં પરિવર્તિત કારવાનો પ્રોજેક્ટ હાથ ધરશે તદુપરાંત મોડેલ વિલેજ હેઠળ વિવિધ વિકાસ લક્ષી કર્યો પણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ વિવિધ સમાજ ઉપયોગી બાંધકામ ગઢવી સમાજ, શ્રી શંકર મંદિર, માજીસા મંદિર, મહેશ્વરી સમાજના સ્મશાન, ચાવડા સમાજ, દરબારગઢ જાડેજા સમાજ તથા શ્રી આશાપુરમા મંદિર ખાતે બનાવવામાં આવી રહ્યા છે. ગઢવી સમાજ ખાતેનો શેડ સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી થશે, જેમાં સમાજના સભ્યો તેમના પરંપરાગત તહેવારો અને બેઠકોનું આયોજન કરી શકશે. શંકર મંદિર અને માજીસા મંદિર ખાતેના શેડ ભક્તોની ધાર્મિક વિધિઓ, પૂજા-અર્ચના તથા ગામની બેઠકો માટે અનુરૂપ બનશે, જેથી વરસાદ કે ગરમીમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજી શકાય. મહેશ્વરી સમાજના સ્મશાન ખાતેનો શેડ અંતિમ સંસ્કાર દરમિયાન સભ્યતાપૂર્ણ એકત્રીકરણ તેમજ ધાર્મિકવિધિ માટે ઉપયોગી થશે. ચાવડા સમાજ અને દરબારગઢ જાડેજા સમાજના શેડ કૌટુંબિક-સામાજિક કાર્યો, બેઠકો તથા વિવિધ પ્રવૃત્તિઓ માટે મદદરૂપ થશે, જેમાં યુવાનોના કાર્યક્રમો અને મહિલા મંડળની બેઠકો પણ યોજી શકાશે. આશાપુરમા મંદિર ખાતેનો શેડ ભક્તોની પૂજા અને ગામના સામૂહિક કાર્યક્રમો માટે યોગ્ય સ્થળ પૂરું પાડશે, જેથી મોટા તહેવારો જેવા કે નવરાત્રીમાં વધુ સારું આયોજન થઈ શકે તથા મુસ્લિમ સમાજનો શેડ, આશાબાપીર દરગાહનો શેડ, જેસલપીર દાદાના મંદિરનો શેડ, દેવીપૂજક સમાજનો શેડ નું પણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નવીનાળ ગામના નટુભા જાડેજા (માજી સરપંચ), ફકીર-મામદ સમેજા (માજી ઉપ-સરપંચ), ભરતસિંહ જાડેજા (મુંદ્રા તાલુકા પંચાયત સદસ્ય), તેમજ ગામના સામાજિક અગ્રણીઓ સર્વે શ્રી રાણુભા જાડેજા, ગજુભા જાડેજા, શંભુસિંહ જાડેજા, ભાવેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, કાલુભા ચાવડા, મણિલાલ મહેશ્વરી, રાણશી ભાઈ થારુ, ડાયાલાલ મહેશ્વરી, વાલજીભાઇ ગઢવી, પાલૂભાઈ ગઢવી, સ્વરાજસિંહ જાડેજા, જયંતીભાઈ પટણી, નિલેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વે કંપનીના સામાજિક કર્યો ને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું અને એક-મેક ને પુરક રહી વિકાસના કામોમાં સહભગી થવાની નેમ લીધી હતી. વધુમાં ગામલોકો એ જણાવ્યું હતું કે કંપનીના આવ્યા પછી રોજગારીમાં વધારો થયો છે પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓમાં વધારો થવા પામ્યો છે અને સ્થળાંતર અટક્યું છે.
આ કાર્યક્રમનું સંચાલન કરસનભાઇ ગઢવી (અદાણી ફાઉન્ડેશન), વાલજીભાઇ ગઢવી (સામાજિક આગેવાન નવીનાળ) તેમજ આભાર વિધિ શ્રી ક્રિપાલસિંહ જાડેજા (યુવા આગેવાન – નવીનાળ)એ કરી હતી.
આ પ્રોજેક્ટ વિવિધ સમાજો તથા ધાર્મિક સ્થળોની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવી રહ્યા છે, જેથી ગામમાં સૌહાર્દ અને એકતાની ભાવના વધુ મજબૂત બને. મુંદ્રા બંદરની આસપાસ ૧૯૯૬થી અદાણી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા તેમજ સામાજિક માળખાગત કાર્યો દ્વારા લાખો જીવનોને સ્પર્શી રહ્યું છે. આ કાર્યોમાં નવીનાળ ગામ જેવા અનેક ગામડાઓનો સમાવેશ છે, જ્યાં ફાઉન્ડેશનના કાર્યોને કારણે જીવનધોરણમાં નોંધપાત્ર વધારો થયો છે. નવીનાળ ગામમાં આ પહેલ “Growth with Goodness” ની અદાણી ફાઉન્ડેશનની ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે – જેમાં જાતિ, ધર્મ કે સમુદાયના ભેદ વિના દરેકને વિકાસનો લાભ મળે.
