જી.કે.જન હોસ્પિમાં શિયાળામાં ઓર્થો વિભાગમાં આવતા  દર્દીઓ પૈકી ૮૦ ટકા જેટલા સાંધાથી પીડિત

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં ઠંડીની ઋતુ કાતિલ બનતા ઓર્થો વિભાગમાં આવતા હાડકાના દર્દીઓ પૈકી ૮૦ ટકા જેટલા દર્દીઓ સાંધાના દર્દથી પીડિત હોય છે.

હોસ્પિટલના ઓર્થો સર્જન ડો.ઋષિ સોલંકીએ કહ્યું કે,ઠંડીનું પ્રમાણ વધવાથી રક્તવાહિનીઓ સંકોચાતા રક્ત સંચાર ઘટી જવાથી સાંધાને ટેકો આપતા સ્નાયુઓ સંકોચાઈ જાય છે,જેથી દુખાવો થાય છે.વિટામિન “ડી” અને કેલ્શિયમની કમી અને હવાનું દબાણ પણ દુઃખાવા માટે જવાબદાર હોય છે.

આમેય એકવાર સાંધાની તકલીફ થાય પછી જ્યારે શિયાળો આવે ત્યારે દુખાવો થાય છે પણ, દેખભાળ,આહાર- વિહાર અને વ્યાયામથી રાહત મળે છે.છતાં લગાતાર દુ:ખાવો રહે તો ઓર્થો સર્જનની સલાહ લેવી જોઈએ.

આહાર અંગે તેમણે કહ્યું કે,જેમને શિયાળામાં સાંધા દુ:ખવાની તકલીફ થાય છે, તેમણે આહારમાં કેલ્શિયમથી ભરપૂર શાકભાજીનો ઉપયોગ વધુ કરવો જોઈએ. પાલક અને સરગવામાં  વિવિધ વિટામિનો, ક્ષાર ઉપરાંત  કેલ્સિયમ હોય છે. પાલકને સલાડમાં પણ ભેળવી શકાય, પાલક પનીરનું જોડાણ અને સૂકો મેવો તો કેલ્શિયમ અને પ્રોટીનનો ખજાનો છે. પ્રોટીન યુક્ત ખોરાક જેમકે દૂધ, સોયા,આખું અનાજ,બિન્સ,બ્રોકલી અને બીટરૂટ જેવા શાકભાજી પણ ઉમેરી શકાય.સૂંઠ અને મેથી તો કિચના મુખ્ય અંગ છે. 

શિયાળામાં સાંધા દુખતા હોય તો વ્યાયામનું મહત્વ ખૂબ છે. ફિઝિયોથેરાપી દ્વારા સાંધાની ઉપર અને  નીચેની માંસપેસી મજબૂત થાય તેવી કસરત માટે  ફિઝિયોથેરેપિસ્ટના માર્ગદર્શન હેઠળ કસરત રાહત આપે છે.એવીજ રીતે સૂક્ષ્મ વ્યામ, ગરમ શેક,હળવો ઝેલ મસાજ તબીબની સલાહ મુજબ કરી શકાય.

સાંધાનો દુખાવો ન થાય એ માટે  તંદુરસ્ત જીવનશૈલી ઉપયોગી બને છે.જેમકે શિયાળામાં હૂંફાળા અને ક્રિયાશીલ રહેવું,વજન પ્રમાણમાં રાખવું.શિયાળામાં ચાલવાની ટેવ પડવી અને જોગિંગ કે દોડવાથી પહેલાં વોર્મ અપ કરી લેવું અને સામાન્ય સ્ટ્રેચ કરી વ્યાયામ પૂર્ણ કરી શકાય આ હેબિટ સાંધા માટે આવશ્યક છે.

Leave a comment