અદાણી ફાઉન્ડેશન દ્વારા મોટા કાંડાગરા માં સ્વચ્છતા, ડિજિટલાઇઝેશન અને ગ્રામીણ વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું

અદાણી ફાઉન્ડેશન સતત ગ્રામીણ વિકાસ, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને આજીવિકા વિકાસના ક્ષેત્રે કચ્છ જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં પ્રશંસનીય કાર્ય કરી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ, શુદ્ધ પીવાનું પાણી, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ, ડિજિટલ સાક્ષરતા તથા સ્વ-સહાય જૂથોની રચના જેવા અનેક ક્ષેત્રોમાં ફાઉન્ડેશનનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.

આ જ કડીમાં, અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડના સહયોગથી મોટા કાંડાગરા ગામની ગ્રામ પંચાયતની માંગને ધ્યાનમાં રાખીને ગામની સ્વચ્છતા અને ડિજિટલાઇઝેશનને વેગ આપવા માટે મહત્વની ભેટ આપવામાં આવી છે. ગામના દરેક ખૂણે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરાપેટીઓ તેમજ ગ્રામ પંચાયતના વહીવટી કાર્યો સુચારુ રૂપે ચાલે તે હેતુથી નવીનતમ કોમ્પ્યુટર સિસ્ટમનું સુવિધાઓ આપવામાં આવી,

આ ઉત્સાહભર્યા કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન-મુન્દ્રાની ટીમએ ગામના સરપંચશ્રી, પંચાયત સભ્યો, મહિલા મંડળ તથા મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં આ સાધનોનું લોકાર્પણ કર્યું હતું.શ્રી કિશોરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે,“અમારી પ્રતિબદ્ધતા છે કે મોટા કાંડાગરા ગામ પ્લાસ્ટિક-મુક્ત, સ્વચ્છ અને સમૃદ્ધ બને. આ કચરાપેટીઓનો દરેક જગ્યાએ યોગ્ય ઉપયોગ થાય અને કોમ્પ્યુટર સિસ્ટમથી પંચાયતનું કાર્ય વધુ પારદર્શક તથા ઝડપી બને, એ જ અમારો હેતુ છે.”

આ પહેલથી ગામના રસ્તાઓ અને જાહેર સ્થળોએ પ્લાસ્ટિક તેમજ અવિઘટ્ય કચરાનો યોગ્ય નિકાલ થઈ શકશે, જેનાથી ગામ સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશ્યોને વધુ નજીક આવશે. સાથે જ કોમ્પ્યુટર સિસ્ટમથી ગ્રામ પંચાયતના તમામ વહીવટી કાર્યો ડિજિટલ થશે અને ગ્રામજનોને વધુ સારી સેવા મળશે.

અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ દ્વારા ગ્રામીણ વિકાસ, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને જળ-વ્યવસ્થાપનના ક્ષેત્રે સતત યોગદાન આપવામાં આવી રહ્યું છે, અને મોટા કાંડાગરાનું આ કાર્ય એનું એક ઉત્તમ ઉદાહરણ છે.

અદાણી ફાઉન્ડેશનસ્વચ્છ, સમૃદ્ધ અને સશક્ત ગ્રામીણ ભારતના નિર્માણમાં સહભાગી

Leave a comment