- શ્રીમદ્ ભાગવત સપ્તાહના પ્રારંભે આકર્ષક અને ભક્તિમય પોથીયાત્રામાં સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
- શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વિવિધ ગામમાંથી 6000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા
- 250 થી વધુ લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.
શિરાચા ૧૪ ડિસેમ્બર ૨૦૨૫, આજરોજ, તા. ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ, કચ્છના શિરાચા ખાતે આવેલા પ્રાચીન અને પવિત્ર શ્રી દાનેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પ્રાંગણમાં અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડ લિમિટેડ દ્વારા આયોજિત સાત દિવસના શ્રીમદ્ ભાગવત મહાસપ્તાહનો ભવ્ય પ્રારંભ થયો હતો.
કાર્યક્રમની શરૂઆત એક અત્યંત આકર્ષક અને ભક્તિમય પોથી યાત્રા થી થઈ. મુખ્ય માર્ગથી મંદિર સુધીની આ યાત્રામાં આસપાસના ગામોની નાની બાળાઓએ શણગારેલા ગાડા સાથે ભાગ લીધો હતો. આ પોથી યાત્રા નો લાભ શ્રીમતી અમીબેન રક્ષિતભાઈ શાહે લીધો હતો ઉપરાંત મુંદ્રા તાલુકાના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકોએ બહોળી સંખ્યામાં ગ્રામવાસીઓએ વરઘોડામાં ઉત્સાહપૂર્વક જોડાઈને આ યાત્રાને ઐતિહાસિક બનાવી હતી.
યાત્રા દરમિયાન ભક્તો “જય શ્રી કૃષ્ણ” તથા “જય શ્રી દાનેશ્વર મહાદેવ”ના જયઘોષ સાથે આગળ વધ્યા હતા. મંદિરે પહોંચતાં જ તમામ ભાવિકોએ શ્રી મહાદેવ ભગવાનના દિવ્ય દર્શન કર્યા અને ત્યારબાદ પવિત્ર ભાગવત પોથીને વિધિવત્ રીતે કથા મંડપમાં સ્થાપિત કરવામાં આવી હતી.
આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત સંત-મહંતોમાં પરમ પૂજ્ય શ્રી દેવેન્દ્રગિરિજી મહારાજ (શ્રી દાનેશ્વર જાગીર), શ્રી મનોહરગિરિજી મહારાજ, શ્રી વિશ્વંભરગિરિજી મહારાજ (કાંડગરા) તથા ૫૦થી વધુ સાધુ-મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા, વિશિષ્ટ કથાવક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશી મહારાજ (મોટા ભાડિયા વાળા)એ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દીપ પ્રાગટ્ય કરીને શ્રીમદ્ ભાગવત સપ્તાહનો શુભારંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે 6000થી વધુ શ્રોતાઓ એ કથાનું શ્રાવણ કર્યું હતું, કથા ના પ્રથમ દિવસે શ્રોતાઓને આધ્યાત્મિક મહિમા સમજાવવામાં આવ્યો હતો, કથા શ્રાવણ ના ફાયદાઓ પર ભાર મૂકતાં “સર્વજનહિતાય સર્વજનસુખાય” નો ભાવાર્થ રજૂ કર્યો હતો, ઉપરાંત શ્રી કૃષ્ણ સ્વરૂપ અને શિવ તેમજ ભાગવતના મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે ભાગ્યમાં હોય તો જ આ પવિત્ર કથાનું શ્રવણ થઈ શકે અને ભાગવત સ્વરૂપ જ્ઞાન પીરસ્યું હતું, આ ક્ષણે સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ભરાઈ ગયું હતું અને હજારો ભાવિકોની આંખોમાં આનંદની અને ભક્તિની ચમક જોવા મળી હતી.
આ પ્રસંગે શ્રી વિનોદભાઇ ચાવડા (સાંસદશ્રી, કચ્છ – મોરબી)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને શુભકામનાઓ આપી હતી, અને જણાવ્યું હતું કે આ શ્રીમદ ભાગવત કથા સપ્તાહમાં વધુ માં વધુ લોકો સહભાગી થાય અને આરોગ્ય સેવાનો લાભ લે એવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રી વિનોદભાઇ ચાવડા (સાંસદશ્રી, કચ્છ – મોરબી), શ્રી બાબુભાઇ શાહ (પૂર્વ નાણાંમંત્રી), સુ. શ્રી. જાગૃતિબેન શાહ (પૂર્વ પ્રમુખ-કચ્છ જિલ્લા પંચાયત), રમેશભાઈ મહેશ્વરી (માજી ધારાસભ્યશ્રી-મુંદ્રા અને ગાંધીધામ), સોમાભાઇ રબારી (ઉપપ્રમુખશ્રી – મુંદ્રા તાલુકા પંચાયત), શક્તિસિંહ જાડેજા (પ્રમુખશ્રી- મુંદ્રા તાલુકા ભાજપ અને સરપંચશ્રી–વિરાણીયા), ભજનાનંદીશ્રી પાલુભાઈ ગઢવી, શ્રી માધુભા ચૌહાણ (સરપંચશ્રી-શિરાચા), શ્રી કીર્તિભાઈ રાજગોર (સરપંચશ્રી-ટુંડા), શ્રીમતી દેવલબેન ડાયાભાઈ ગઢવી (સરપંચશ્રી-મોટા કાંડાગરા), શ્રીમતી સીતાબેન હધુભાઈ રબારી (સરપંચશ્રી- ભોપાવાંઢ), શ્રી રતનભાઈ ગઢવી (સરપંચશ્રી – મોટી ખાખર), શિરાચાના ક્ષત્રિય સમાજના આગેવાનો ગુલાબસિંહ ચૌહાણ, નટુભા ચૌહાણ, પ્રવિણસિંહ ચૌહાણ, જોરુભા ચૌહાણ, કેણજીભા ચૌહાણ, રવુભા જાડેજા તેમજ મહેશ્વરી સમાજના દેવજીભાઈ મહેશ્વરી અને હરેશભાઈ વીંઝોડા, ગ્રામપંચાયત સદસ્ય હરિભાઇ રવિયા, નવીનાળના સામાજિક આગેવાનો ભાવેન્દ્રસિંહ જાડેજા, રાણુંભા જાડેજા, ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, કલુભા જાડેજા, નટુભા જાડેજા, ફકીરમામદ સમેજા, અનવરભાઈ વાઘેર, મોટા કાંડાગરા સામાજિક આગેવાનો શ્રી ડાયાભાઈ ગઢવી, મહાવીરસિંહ જાડેજા, સુલતાનસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા (સામાજીક આગેવાન-મોટીખાખર), ઝરપરાનાં આગેવાનોશ્રી વાલજીભાઇ લાખાણી અને ડોસાભાઈ ગઢવી, શામળાભાઈ સેડા (માજી સરપંચ), હરિભાઇ મીઠાણી, ખીમરાજભાઈ ગાગીયા, કાકુભાઈ ગેલવા (પૂર્વ સભ્ય) અને વિવિધ ગામનાં સામાજીક આગેવાનોશ્રી આશાભાઈ રબારી (ભોપાવાંઢ), ભગીરથસિંહ જાડેજા (પ્રમુખશ્રી- મુંદ્રા તાલુકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન), શ્રી રાજદીપસિંહ જાડેજા (રામાણીયા), બાબુભાઇ આહિર (દેશલપર), શ્રી હકૂમતસિંહ જાડેજા (નાનીખાખર), બાબુભાઇ આહિર (પૂર્વ સરપંચ-દેશલપર) સહિતના સામાજીક-રાજકીય આગેવાનો તેમજ અદાણી પોર્ટના એકઝીક્યુટીવ ડાયરેકટરશ્રી રક્ષિતભાઈ શાહ, સી.ઇ.ઓ શ્રી સુજલભાઈ શાહ, અદાણી ગ્રૂપના વિવિધ વિભાગના વડાઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તથા રક્ષિતભાઈ શાહે ઉપસ્થિત મહાનુભવોનું ખેસ તેમજ આ કથાની પ્રતિકૃતિ આપી સન્માનિત કર્યા હતા. આ આયોજન દરમિયાન સ્ટાફગણ ઉપરાંત ગ્રામજનો પણ વ્યવસ્થામાં સહભાગી થયા હતા.
આ સપ્તાહનાં પ્રથમ દિવસે 250થી વધુ ગામલોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત ગૌસેવા, મહાપ્રસાદ તથા સંપૂર્ણ પ્લાસ્ટિક-મુક્ત વ્યવસ્થા સાથે ભક્તોને અદભૂત અનુભૂતિ થઈ હતી. આ સપ્તાહ દરમિયાન આગામી તા.૧૭ ડિસેમ્બરની સાંજે લોકગાયકશ્રી કિર્તીદાનભાઈ ગઢવી, ભજનીકશ્રી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો) અને હાસ્ય કલાકાર પિયૂષભાઈ મારાજના સાન્નિધ્યમાં ભવ્ય લોકડાયરાનું પણ આયોજન છે.આ અવસરે તમામ ભાવિકોને વિનંતી છે કે આગામી સાત દિવસોમાં મોટી સંખ્યામાં પધારીને પૂજ્ય કશ્યપ મહારાજની વાણીથી ભાગવત રસપાન કરો અને આ પુણ્યકાર્યનો લાભ લો.
જય શ્રી કૃષ્ણ… જય શ્રી દાનેશ્વર મહાદેવ…
