લાલાની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવમાં સમગ્ર વાતાવરણ બન્યું કૃષ્ણમય

  • અદાણી ભાગવત કથા: કૃષ્ણ જન્મોત્સવમાં ઉમટ્યો માનવ મેહરામણ
  • લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટથી બની આકર્ષણ નું કેન્દ્ર, લાલાના જન્મોત્સવમાં લાલો મૂવી ની ટીમ આવી.
  • હૈયે – હૈયું ભીડાયું, ઉમટ્યો માનવ મેહરામણ, ૧૦૦૦૦ કરતાં વધુ લોકો એ માણી કથા
  • શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, શ્રી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો) અને શ્રી પિયુષ મારાજ સાથે એક સાંજ.. અગણિત આનંદ.. ભરપૂર મોજ..

શિરાચા, ૧૭ ડિસેમ્બર ૨૦૨૫: શિરાચા ખાતે અદાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાસ કરીને લાલો મૂવી ની ટીમની હાજરીએ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું. આ પ્રસંગે ભક્તોની અપાર ભીડ જોવા મળી હતી, જેમાં હજારો લોકો ભગવાન કૃષ્ણના જન્મની ખુશીમાં મગ્ન થઈ ગયા હતા. આ કાર્યક્રમ અદાણી પરિવારના પ્રયત્નોથી સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં ધાર્મિક, સામાજિક અને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા.

આજે કથા માં ૧૦,૦૦૦થી વધુ ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા. તેઓ શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવા અને કૃષ્ણ જન્મોત્સવમાં જોવા માટે દૂર-દૂરથી આવ્યા હતા. મેડિકલ કેમ્પ માં 700 થી વધુ લોકોએ મફત સ્વાસ્થ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો.

આ સપ્તાહમાં વિવિધ પ્રખ્યાત કલાકારોની હાજરીએ કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો હતો. સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી કીર્તીદાનભાઈ ગઢવીએ પોતાના મધુર અવાજમાં ભજનો અને લોકગીતો ગાઈને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના ગીતોમાં  સંસ્કૃતિ અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. પ્રખ્યાત ભજનિક શ્રી દેવરાજભાઈ ગઢવી (નાના ડેરા)એ પણ પોતાના ભાવપૂર્ણ ભજનો દ્વારા ભગવાનની લીલાઓને જીવંત કરી હતી. તેમના ભજનોમાં ભક્તિની ઊંડાઈ અને આધ્યાત્મિકતા પ્રતિબિંબિત થતી હતી.

આ ઉપરાંત, કચ્છના જાણીતા હાસ્ય કલાકાર શ્રી પિયુષભાઈ મારાજે પોતાના હાસ્યપ્રધાન વાર્તાઓ અને વિનોદી અભિનય દ્વારા ભક્તોને હસાવ્યા હતા. તેમના પ્રદર્શનમાં ધાર્મિક વાર્તાઓને હાસ્યના માધ્યમથી રજૂ કરીને કાર્યક્રમને વધુ મનોરંજક બનાવ્યો હતો. આ ત્રણેય કલાકારોની હાજરીએ એક અગણિત આનંદ અને મોજની શામ બનાવી દીધી હતી, જેમાં ભક્તો ભજન, ગીત અને હાસ્યના મિશ્રણમાં મગ્ન થઈ ગયા હતા.

વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ કથાની શરૂઆત કરી હતી. તેઓએ શ્રી હનુમાન ચાલીસાના પાઠથી કાર્યક્રમની શુભારંભ કર્યો હતો, તેમની કથા વર્ણનમાં શ્રીમદ્ ભાગવતના શ્લોકોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણના જન્મ, તેમના બાળ લીલા અને ભક્તિના મહત્વને સમજાવવામાં આવ્યું હતું. આજે સાધુ સંતો માં શ્રી કલ્યાણદાસજી મહારાજ (હિંગરિયા), શ્રી પુરષોત્તમ બાપુ (પિંગળેશ્વર), શ્રી કિશોરદાસ મહારાજ (વરલી), જૂના અખડના સર્વે સંતો, કચ્છ કર્મકાંડ મંડળ, શ્રી વાસણભાઈ આહીર (પૂર્વ રાજ્ય મંત્રી), શ્રી પુષ્પદાનભાઈ ગઢવી (પૂર્વ સાંસદશ્રી), શ્રી વિજય ભાઈ છેડા (ચેરમેન શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ), જામ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા (પૂર્વ ચેરમેન એ. પી. એમ. સી), શ્રી મુકેશભાઇ ગોર (મુંદરા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ), શ્રી દેવરાજ ભાઈ ગઢવી (વરિષ્ઠ ધારાશાસ્ત્રીશ્રી) તેમજ વિવિધ સમાજો તેમજ સંગઠનના પ્રતિનિધિઑ ઉપસ્થિત રહ્યા હતા .

કથાના અંતે શ્રી રક્ષિતભાઈ શાહે ઉપસ્થિત તમામ મહાનુભાવો, કલાકારો અને આગેવાનોનું સન્માન કર્યું હતું. તેઓએ તેમને સાલ અને સ્મૃતિચિહ્નો આપીને આદર આપ્યો હતો. તેમજ તાલુકાના સામાજિક આગેવાનોએ શ્રી રક્ષિતભાઈ શાહનું વિશેષ સન્માન કર્યું હતું, જેમાં શ્રી મુંદરા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ,શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, શ્રી સમસ્ત દરજી સમાજ, શ્રી ગઢવી ચારણ સમાજ તેમજ વિવિધ ગામોના પ્રતિનિધિ મંડળોએ સન્માન કર્યું હતું તેમજ આ આયોજન અને તેમના સમર્પણની પ્રશંસા કરી હતી.

સન્માન કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાસ્ત્રીજી શ્રી શ્યામભાઈ મહારાજે કરી હતી. તેઓએ કાર્યક્રમમાં જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો અને અદાણી પરિવારના પ્રયત્નોની વખાણ કરી હતી.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અદાણી પરિવારની ટીમે અથાક મહેનત કરી હતી. તેઓએ કાર્યક્રમના વ્યવસ્થાપન, સુરક્ષા, ભોજન અને અન્ય વ્યવસ્થાઓને નિયોજિત કરી હતી. વધુમાં, વિવિધ ગામોના સ્વયંસેવકોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓએ ભીડ વ્યવસ્થા, પાર્કિંગ અને અન્ય સેવાઓમાં મદદ કરી હતી. આ સ્વયંસેવકોના સમર્પણથી કાર્યક્રમ કોઈપણ અડચણ વિના સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Leave a comment