કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક આજે વહેલી સવારે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી કચેરી, ગાંધીનગર દ્વારા આ આંચકાની નોંધ લેવામાં આવી છે. આ ભૂકંપનો આંચકો વહેલી સવારે 2.28 વાગ્યે નોંધાયો હતો. જોકે, શિયાળાની રાત્રિમાં ગાઢ નિદ્રામાં હોવાને કારણે કેન્દ્રબિંદુ આસપાસના ગ્રામજનોને તેની ખાસ અનુભૂતિ થઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે, સિસ્મિક ઝોન 5 માં આવતા સરહદી કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજી ઘટના નોંધાઈ છે. સિસ્મોલોજી કચેરીના સિસ્મોગ્રાફી મશીન પર આ આંચકાની તીવ્રતા 3.7 નોંધાઈ છે, પરંતુ સ્થાનિક સ્તરે તેની કોઈ નોંધપાત્ર અસર જોવા મળી નથી.
