મોડર્ન ઉપચાર પધ્ધતિએ જબરદસ્ત ક્રાંતિ કરી છે,પણ એ ક્રાંતિ વચ્ચે એક પડકાર પણ ઊભી થયો છે,જેનું નામ છે એન્ટીમાઇક્રોબીયલ રેસિસ્ટન્સ.જે દવા બેક્ટેરિયા કે વાયરસ સામે ધારી અસર કરતી હતી એ જ મેડિસિન બેક્ટેરિયા વાયરસ સામે બેઅસર થવા માંડી છે. જેને મેડિકલ ભાષામાં એન્ટીમાઇક્રોબીયલ રેસિસ્ટન્સ (એ એમ આર) કહે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એએમઆર અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે ૧૮થી ૨૪ નવે.સુધી અવેરનેસ વીક ઉજવે છે.એ ઉપલક્ષમાં અદાણી મેડિકલ કોલેજના આસિ.ડીન અને માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડૉ.હિતેશ આસુદાનીના માર્ગદર્શન હેઠળ કોલેજના વિધાર્થીઓએ આ અવેરનેસ સપ્તાહની ઉજવણી પોસ્ટર હરીફાઈ યોજીને કરી હતી.
આ પોસ્ટર હરીફાઈમાં વિધાર્થીઓએ બીમારીના નિદાન સારવારમાં એન્ટીબાયોટિકની ભૂમિકા મોટી હોય છે. પરંતુ તે ડોક્ટરના માર્ગદર્શક હેઠળ લેવાવવી જોઈએ. જો ડોક્ટર સાથે પરામર્શ કર્યા સિવાય બારોબાર દવાની દુકાનેથી લઈને જાતે જ દર્દી ડોક્ટર બની જાય તો દવા અસર કરવાને બદલે બેક્ટેરિયાને જ શક્તિશાળી બનાવી દે છે જે એન્ટીમાઇક્રોબીયલ રેસિસ્ટન્સ છે પરિણામે સાર્વજનિક સ્વાસ્થ્ય સમસ્યા વધી જાય છે.તેવી બાબતોને તેમજ લક્ષણો,સાવચેતી, કારણો અને નિવારણ, બેક્ટેરિયાને વાયરસ વિગેરે બાબતો પોસ્ટરમાં વણી લીધી હતી.
પોસ્ટર હરીફાઈના પ્રથમ વિજેતા અભયકુમાર વાઘેલા અને દ્વિતીય ક્રમાંક વૈશાલી રાઠોડને કોમ્યુનિટી મેડિસિન વિભાગના હેડ ડૉ.શ્રેયસ મહેતા અને ફિઝીયોલોજી વિભાગના હેડ ડૉ.હિતેશ સોલંકીએ નવાજ્યા હતા.
