ખાવડા નજીક ભારત-પાકિસ્તાન સરહદે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છ જિલ્લામાં રાત્રિના 12.49 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી દ્વારા તેની તીવ્રતા 3.3 માપવામાં આવી હતી. આ આંચકાનું કેન્દ્રબિંદુ ખાવડાથી 44 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક નોંધાયું હતું.

ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં સમયાંતરે નાનાથી મધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા આવતા રહે છે. જોકે, આ આંચકો નિર્જન સ્થળે નોંધાયો હોવાથી સ્થાનિક વિસ્તારોમાં તેની કોઈ ખાસ અસર વર્તાઈ ન હતી.

Leave a comment