અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સ (IOD), ભારત દ્વારા પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) માં શ્રેષ્ઠતા માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ એન્યુલ લંડન ગ્લોબલ કન્વેન્શન દરમિયાન એનાયત કરવામાં આવ્યો.
પ્રથમ એન્ટ્રીમાં 400 થી વધુ કંપનીઓમાં વૈવિધ્યસભર ક્ષેત્ર શ્રેણીમાં એવોર્ડ મેળવનાર AEL એકમાત્ર કંપની બની છે. આ એવોર્ડ મુખ્ય મહેમાન અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના હસ્તે આપવામાં આવ્યો હતો. જવાબદાર વૃદ્ધિ પ્રત્યે AEL ની પ્રતિબદ્ધતાને અનેક વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં AEL એ તેના વિવિધ પોર્ટફોલિયોમાં અનુકરણીય ESG પ્રદર્શન દર્શાવ્યું છે અને ટકાઉ પ્રથાઓને આગળ વધારવામાં અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે. ESG માં શ્રેષ્ઠતા માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ અદાણી ગ્રુપની સસ્ટેનેબિલિટી અને ક્લાઈમેટ ચેન્જ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ટકાઉ વ્યવસાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા AEL એ વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં ESG એજન્ડાને સતત આગળ ધપાવ્યું છે. ESG એક એવો પાયાનો પથ્થર છે, જે કંપનીના લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ અને જવાબદાર વૃદ્ધિને આગળ ધપાવે છે. AEL ના મજબૂત પ્રદર્શન અને પહેલને પગલે તેને વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ તરફથી પ્રશંસા મળી રહી છે.
AEL ની મજબૂત પહેલ નવીનીકરણીય ઉર્જા, પાણી સંરક્ષણ અને સમુદાય સશક્તિકરણને આવરી લે છે. તેની ESG સિદ્ધિઓ ટકાઉ વિકાસ, પારદર્શિતા અને મૂલ્ય નિર્માણ માટેનું અતૂટ સમર્પણ દર્શાવે છે. ESG માટે વૈશ્વિક ધોરણો વિકસિત થતા AEL એક મોડેલ તરીકે ઉભરી આવ્યું છે, જે રોકાણકારો, ભાગીદારો અને સમુદાયોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે.
