બિહારની બમ્પર જીત પર PM મોદીએ કહ્યું- ‘કટ્ટા સરકાર બિહારમાં ક્યારેય પરત નહીં ફરે’

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામમાં અત્યાર સુધીના વલણોમાં NDAને 160થી વધુ બેઠકો મળતી દેખાઈ રહી છે. 243 સભ્યોવાળી વિધાનસભામાં બહુમત આંકડો 121 છે, અને NDA તેનાથી ઘણી વધારે લીડ મેળવી ચૂક્યું છે. બીજી તરફ વિપક્ષી મહાગઠબંધનના કારમી હાર થઈ છે.

બિહારમાં NDAની બમ્પર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે ભાજપ હેડક્વાર્ટર પહોંચી ચૂક્યા છે. જ્યાં તેમણે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. મંચ પર વડાપ્રધાન મોદીની સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા છે. વડાપ્રધાન મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણ અને કર્પુરી ઠાકુરને નમન કર્યા હતા. તેમણે કહ્યું કે, મેં કર્પૂરી ઠાકુરજીના ગામથી ચૂંટણી અભિયાન શરૂ કર્યું હતું.

ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીના કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘આ પ્રચંડ જીત, આ અતૂટ વિશ્વાસ… બિહારના લોકોએ ખૂબ જ મોટું કામ કર્યું છે. અમે NDAના લોકો, અમે તો જનતાના સેવક છીએ. અમે અમારી મહેનતથી લોકોને ખુશ કરવાનું ચાલુ રાખીએ છીએ, અને અમે લોકોના દિલ ચોરીને બેઠા છીએ. તેથી, આજે બિહારે જાહેર કર્યું છે: ફરી એકવાર, એનડીએ સરકાર.’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક જૂની કહેવત છે- લોહા લોહે કો કાટતા હે. બિહારમાં કેટલીક પાર્ટીઓએ તૃષ્ટિકરણવાળો MY ફોર્મ્યૂલા બનાવ્યો હતો. પરંતુ આજની જીતે એક નવો સકારાત્મક MY ફોર્મ્યુલા આપ્યો છે, જે મહિલાઓ(Mahila) અને યૂથ(Youth) છે. આજે બિહારના દેશા એ રાજ્યોમાંથી છે, જ્યાં સૌથી વધુ યુવાનોની સંખ્યા છે અને ત્યાં દરેક ધર્મ અને જાતિના લોકો સામેલ છે. તેમની ઇચ્છા, આકાંક્ષા અને તેમના સપનાઓને જંગલરાજવાળા જૂના અને સાંપ્રદાયિક MY ફોર્મ્યૂલાને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે હું જંગલરાજ અને કટ્ટા સરકારની વાત કરતો હતો તો આરજેડી પાર્ટી કોઈ વાંધો નહોતી ઉઠાવતી. જોકે, તેનાથી કોંગ્રેસ ચિંતિત થઈ જતી હતી. આજે હું ફરીથી કહું છું કે કટ્ટા સરકાર બિહારમાં ક્યારેય પરત નહીં ફરે. બિહારના લોકોને વિકસિત બિહાર માટે માટે મતદાન કર્યું છે. બિહારના લોકોને સમૃદ્ધ બિહાર માટે મતદાન કર્યું છે. મેં ચૂંટણી પ્રચાર દરમિયાન બિહારની જનતા પાસે રેકોર્ડ વોટિંગનો આગ્રહ કર્યો હતો અને બિહારના લોકોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. મેં બિહારના લોકોને NDAને પ્રચંડ જીત અપાવવાનો આગ્રહ કર્યો હતો, બિહારની જનતાએ મારો આ આગ્રહ પણ માન્યો.

Leave a comment