ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત ઘટાડો અને GSTમાં ઘટાડાને કારણે ઓક્ટોબરમાં છૂટક ફુગાવો ઘટીને 0.25%ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો. વર્તમાન CPI સીરીઝમાં (જે 2012થી ચાલી રહી છે) આ અત્યાર સુધીનો સૌથી નીચો વાર્ષિક ફુગાવાનો દર છે.
ભારતમાં હાલની CPI સીરીઝ 2012-આધારિત છે (2012 આધાર વર્ષ છે), એટલે કે સરખામણી માટે 2012ના ભાવ 100 તરીકે લેવામાં આવ્યા છે. અગાઉ, 2010 અથવા 1993-94 વાળી સીરીઝ હતી, પરંતુ સચોટ ડેટા સુનિશ્ચિત કરવા માટે સમય જતાં આ સીરીઝ અપડેટ કરવામાં આવે છે.
સરકારે આજે,13 ઓક્ટોબરના રોજ છૂટક ફુગાવાના સત્તાવાર આંકડા જાહેર કર્યા. અગાઉ, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો ઘટીને 1.44% ના આઠ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો હતો, જે ઓગસ્ટમાં 2.07% હતો.
ફુગાવાના બાસ્કેટમાં લગભગ 50% હિસ્સો ખાવા-પીવાની ચીજોનો હોય છે. માસિક ફુગાવો માઈનસ 2.28% થી ઘટીને માઈનસ 5.02% થયો છે.
સપ્ટેમ્બરમાં ગ્રામીણ ફુગાવો 1.07% થી ઘટીને માઈનસ 0.25% થયો, જ્યારે શહેરી ફુગાવો 1.83% થી ઘટીને 0.88% થયો છે.
ફુગાવો કેવી રીતે વધે છે કે ઘટે છે?
ફુગાવાનો વધારો અને ઘટાડો ઉત્પાદનોની માંગ અને પુરવઠા પર આધાર રાખે છે. જો લોકો પાસે વધુ પૈસા હશે, તો તેઓ વધુ વસ્તુઓ ખરીદશે. વધુ માલ ખરીદવાથી માંગ વધશે, અને જો પુરવઠો માંગને પૂર્ણ નહીં કરે, તો આ માલના ભાવ વધશે.
આ રીતે, બજાર ફુગાવા માટે સંવેદનશીલ બને છે. સરળ શબ્દોમાં કહીએ તો, બજારમાં વધુ પડતો રોકડ પ્રવાહ અથવા ચીજવસ્તુઓની અછત ફુગાવાનું કારણ બને છે. જો કે, જો માંગ ઓછી હોય અને પુરવઠો વધારે હોય, તો ફુગાવો ઓછો રહેશે.
