ગાંધીનગરથી ઝડપી પાડેલા આતંકીઓને લઇ મોટો ખુલાસો

ગઈકાલે ગાંધીનગરમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈ મોટો ખુલાસો થયો છે જેમાં દિલ્હીના આઝાદ મંડીમાં રેકી કર્યાનો ખુલાસો થયો છે અને અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાએ રેકી કરી હતી, રાઈઝીંન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત ATSએ 3 આતંકીઓને ઝડપ્યા છે અને ISIS મોડયુઅલના આતંકીઓને ઝડપાયા છે, આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે ઝડપી પાડયા છે, અને ઝડપાયેલા આતંકીઓ છેલ્લા એક વર્ષથી એટીએસની રડારમાં હતા.

એટીએસની તપાસમાં સામે આવ્યું કે, એક આતંકી હૈદરાબાદનો છે અને તે કાર મારફતે બાય રોડ ગાંધીનગર પહોંચ્યો હતો અને આતંકી અહેમદ મોહિઉદ્દીન સૈયદ MBBS ડોક્ટર છે અને આતંકી અહેમદ સૈયદે ચાઈનાથી MBBS કરેલું છે, તો મોહમ્મદ સુહેલ, આઝાદ સૈફીની ધરપકડ કરાઈ છે અને તેમની પાસેથી 3 પિસ્ટલ અને 30 કારતૂસ કબ્જે કરાયા છે, શુક્રવારે અડાલજ પાસેથી એક શખ્સ ઝડપાયો હતો અને તેના આધારે આખી લિંક ઝડપાઈ છે.

ભારતમાં આતંકી પ્રવૃતિ માટે ફંડ એકઠુ કરતા હતા અને કારમાંથી એક પ્રવાહી પણ મળી આવ્યું છે, તો ફોનના આધારે 2 શકમંદોને ઝડપી લેવાયા છે, આતંકીઓ અત્યંત કટ્ટર હોવાની વાત તપાસમાં સામે આવી છે, 2 આતંકીઓને બનાસકાંઠાથી ઝડપી લેવામાં આવ્યા છે, ઝડપાયેલ 3 આતંકીઓમાંથી 2 યુપીના અને એક હૈદરાબાદનો રહેવાસી છે, આતંકીઓએ ભીડ વાળી જગ્યાએ રેકી કરી હતી, તો આરોપી સૈયદના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે, તો અન્ય 2 આતંકીઓને આજે કોર્ટમા રજૂ કરવામાં આવશે.

ગુજરાત ATS દ્વારા જે ત્રણ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે તે પૈકીનો એક ડો. અહેમદ સૈયદ ઝીલાની વ્યવસાયે ડોકટર હોવાનું સામે આવ્યું છે. ડો. અહેમદે ચીનમાં MBBS કર્યું હતું. ડો. અહેમદ પોતે હૈદ્રાબાદનો જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને યુપીના રહેવાસી છે. ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન, આઝાદ સુલેમાન સૈફીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કામ પતાવીને હૈદરાબાદ જવાની ફિરાકમાં હતા પણ તે પહેલા તેમને ઝડપી લેવામાં આવ્યા છે.

ગુજરાત ATS દ્વારા જે આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓના કબજામાંથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલનો જથ્થો મળી આવ્યો છે. ખૂબ જ ઝેરી પદાર્થ બનાવવાનો મનસૂબો આ લોકોનો હતો, જે પ્રવાહી કારમાંથી મળી આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે, આંતકીઓએ રાઈઝીન નામનું ખતરનાક ઝેર બનાવ્યું હતુ અને મોટા આતંકી હુમલાનું ષડયંત્ર હોવાની વાત સામે આવી છે, કેમિકલ હુમલાનો આતંકીઓનો પ્લાન હતો.

સૈયદે હૈદરાબાદમાં રહેતા અન્ય બે આરોપીઓ આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી અને તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવે તેમ હતો.

સૈયદ અહેમદની ઉંમર 35 વર્ષ છે અને તેણે ચાઈનાથી અભ્યાસ કરેલો છે અને ભારતમાં મોટી આતંકી ઘટનાઓને અંજામ આપાવના પ્લાન હતા, અને ઝડપાયેલા તમામ લોકો વિદેશી લોકો સાથે પણ સંપર્કમાં હતા અને અબુ ખદીજા સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતો. જે અફઘાનિસ્તાનના ISKP સાથે જોડાયેલો હોવાનું તે માને છે. આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઇરાદે 6 નવેમ્બરની રાત્રે આવ્યા હતા ડો. સૈયદનો પૈસા એકત્રિત કરી અને આતંકી હુમલો કરવાનો પ્લાન હતો. ફંડ ક્યાંથી આવવાનું હતું અને કેવી રીતે આવવાનું હતું તેની તપાસ ચાલી રહી છે.

આંતકીઓએ અલગ-અલગ જગ્યાએ એક વર્ષના સમયગાળામાં રેકી કરી હતી, અબુ ખદીજા કે જે સૈયદના સંપર્કમાં હતો અને Iskpથી અબુ ઝડપાયો છે અને તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે. બે આતંકીઓ કાશ્મીર પણ ગયા હોવાનું સામે આવ્યું છે. Iskp સાથે જોડાયેલા આતંકી અગાઉ પકડાયા હતા અને જેના હથિયાર અગાઉ ચિલોડા પાસે પકડાયા હતા. અત્યારના આતંકી iskp સાથે સંકળાયેલા હોવાનું માની શકાય છે.

Leave a comment