દિલ્હી એરપોર્ટ પર શુક્રવારના રોજ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામીના કારણે 300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. ન્યૂઝ એજન્સી PTI મુજબ, ગુરુવાર સાંજથી જ ટેક્નિકલ ખામીના કારણે એર કંટ્રોલર્સને ફ્લાઇટનું શેડ્યૂલ) મળી નથી રહ્યું.
એર ટ્રાફિક કંટ્રોલર્સ મેન્યુઅલી કામ કરી રહ્યું છે. હાલત ક્યાં સુધી સામાન્ય થશે, હજી આ વિશે દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ કોઈ જાણકારી આપી નથી.
રિપોર્ટ્સ મુજબ, ઓટોમેટિક મેસેજ સ્વિચ સિસ્ટમ (AMSS)માં ખામી આવી ગઈ છે. આ પ્લેનના શેડ્યૂલ એટલે કે ટેકઓફ અને લેન્ડિંગની જાણકારી આપે છે.
ATCના અધિકારીઓ પહેલાથી હાજર ડેટાની સાથે મેન્યુઅલી ફ્લાઇટ શેડ્યૂલ તૈયાર કરી રહ્યા છે. તેના કારણે ઘણી ફ્લાઇટ્સ એક કલાક મોડી ઊડી.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com મુજબ, આ પહેલાં ગુરુવારે 513 ફ્લાઇટ્સ મોડી રવાના થઈ શકી હતી.
લેટ ફ્લાઇટ્સની અસર, 4 મુદ્દાઓમાં
- મુસાફરો પરેશાન: ચેક-ઇન, ગેટ પર રાહ જોવી, બોર્ડિંગમાં વિલંબ અને કનેક્શન ફ્લાઇટ ચૂકી જવાનું જોખમ વધે છે.
- ઓપરેશન પ્રભાવિત: દિલ્હી એરપોર્ટ દરરોજ 1,500થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. આના કારણે એરલાઇન અને એરપોર્ટ કામગીરીમાં વિલંબ થયો છે.
- અન્ય એરપોર્ટ્સ પ્રભાવિત: દિલ્હી ઉપરાંત, બેતિયા, લખનઉ, જયપુર અને ચંદીગઢ જેવા એરપોર્ટ્સ પર પણ અસર જોવા મળી છે.
- આગામી ફ્લાઇટ્સ: મોડી ફ્લાઇટ્સ આગામી ફ્લાઇટ્સના સમયપત્રકને અસર કરે છે, જેના કારણે વારંવાર વિલંબ થાય છે.
TC એરપોર્ટ્સ પર હાજર સેન્ટ્રલ કંટ્રોલિંગ સિસ્ટમ છે. આ હવાઈ જહાજોને જમીન પર, હવામાં અને આકાશના અલગ-અલગ ભાગોમાં નિર્દેશો જાહેર કરે છે. આસાન ભાષામાં કહેવામાં આવે તો આ ટ્રાફિક પોલીસની જેમ જ છે, પરંતુ માત્ર હવાઈ જહાજો માટે.
શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર સેંકડો મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કારણ કે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યાને કારણે લગભગ 300 ફ્લાઇટ્સ મોડી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહ્યા છે.
ઇન્ડિગો, એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને અકાસા એરએ કહ્યું છે કે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં સમસ્યાને કારણે દિલ્હી એરપોર્ટ પર તેમની ફ્લાઇટ્સ મોડી પડી રહી છે.
