પાલનપુરમાં ST સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ

હિંમતનગરથી બસમાં બેઠેલા એક યુવકે પાલનપુર બસ સ્ટેન્ડ ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે 2 નવેમ્બરના રોજ બસમાં સવાર યુવકે પોતાનું ટી-શર્ટ કાઢીને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને એસટીના કર્મચારીએ જાણ કરતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને યુવકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. સમગ્ર ઘટનાને પગલે બસ સ્ટેશન ખાતે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ, દાહોદ-પાલનપુર બસમાં હિંમતનગરથી બેઠેલા એક યુવકે પાલનપુર જૂના બસ સ્ટેન્ડ ખાતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે એસ.ટી.ના કર્મચારીએ જાણ કરતાં પાલનપુર પૂર્વ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને  યુવકને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

આપઘાતના પ્રયાસ મામલે પોલીસે યુવકની પૂછપરછ હાથ ધરી છે. જ્યારે બનાવ અંગે યુવકના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસના અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જણાય છે.

Leave a comment