અમેરિકાનાં નાણા વિત્ત મંત્રીએ ટ્રમ્પની ‘અમેરિકા-એલોન’ની નીતિની ઝાટકણી કાઢી

અમેરિકાના પૂર્વ નાણા મંત્રી લોરેન્સ સમ્મર્સ રૈમન્ડોએ ટ્રમ્પ વહીવટી તંત્રની એકલ વિદેશ નીતિની ઉગ્ર ટીકા કરતાં કહ્યું હતું કે, તેથી અમેરિકાની વૈશ્વિક પ્રતિભા ખરડાઈ જશે. તેમાએ ભારત સાથે સંબંધો બગાડી આપણે ભયંકર ભૂલ કરી છે.

હાવર્ડ કેનેડી સ્કૂલની ઇન્સ્ટીટયુટ ઓફ પોલિટિક્સમાં આપેલા વક્તવ્યમાં તેઓએ આ પ્રમાણે કહેવા સાથે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આપણા સૌથી નજીકના સાથીઓથી પણ દૂર થઈ જવાથી આપણી વૈશ્વિક અસર મંદ પડી ગઈ છે. એવું અમેરિકા કે જેને યુરોપ કે જાપાન જેવા સાથીઓ નથી. તેવું અમેરિકા નિર્બળ બની રહ્યું છે.

ભારત સાથેના બગડેલા વ્યાપારી સંબંધો અંગે તેઓએ કહ્યું હતું કે, આ માટે આપણી ટૂંકી દ્રષ્ટિ જ કારણભૂત છે. ચીન સામે વ્યૂહાત્મક આયોજનમાં ભારત જ આપણને સાચો સાથ આપી શકે તેમ છે. આ સાથે બહુઆયામી રાજદ્વારી ગતિવિધિ તરફ પાછા વળવાનો અનુરોધ કરતાં રૈમોન્ડોએ કહ્યું હતું કે, આપણે આપણા સાથીઓ અને મિત્ર દેશોનો વિશ્વાસ પુન: પ્રાપ્ત કરવાની જરૂર છે. અમેરિકા ફર્સ્ટ નીતિ બરોબર છે. પરંતુ તે અમેરિકા-એલોનની નીતિમાં પલટાઈ ગઈ છે. જે ભયાવહ છે. આપણે સાથી દેશો અને મિત્ર દેશો સાથે સંબંધો સુધારવા જ પડે તેમ છે. તેને બદલે આપણે ઘમંડમાને ઘમંડમાં જ આપણા મિત્રો અને સાથી દેશોથી તેમજ વિશ્વના અન્ય દેશોથી પણ અટુલા રહી ગયા છીએ.

હવે ખરેખરો પ્રહાર કરતાં તેઓએ કહ્યું : દુનિયા આપણી રાહ જોવાની નથી. મારી ચિંતા જ તે છે કે, કોઈ રાહ જોશે જ નહીં. બીજી તરફ ચીન રોજે રોજ બધે પોતાનો પંજો ફેલાવી રહ્યું તે તબક્કે દક્ષિણ એશિયાનો હાર્દ વિસ્તાર (ભારત) સહાયરૂપ બની શકે તેમ છે.

Leave a comment