~ ભારતીય સંસ્કૃતિના પ્રતીક રંગોળીથી સદભાવના પ્રસરે છે
ભારતમાં રંગોળી બનાવવાની પરંપરા સદીઓ જૂની છે, જેનાથી સદભાવના વાતાવરણમાં પ્રસરે છે. એ જ તર્જ ઉપર અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના પ્રત્યેક ઓપીડી અને વિભાગના વર્ક સ્ટેશન પાસે તથા અદાણી મેડિકલ કોલેજમાં રંગોળી રચી સર્વે સંતુ નિરમયાની કામના કરાઈ હતી.કુલ ૨૯ રંગોળી બનાવવામાં આવી હતી. આમ રંગોળી ધાર્મિક,વૈજ્ઞાનિક,સાંસ્કૃતિક અને સુંદરતાનું પ્રતીક છે. એવું પણ માનવામાં આવે છે કે, ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ સાથે જ્યારે ૧૪ વર્ષના વનવાસ બાદ અયોધ્યા આવ્યા ત્યારે નગરજનોએ તેમના ઉમળકાભેર સ્વાગત માટે રંગોળી બનાવી દીવડા પ્રગટાવ્યા હતા.પુરાતત્વ વિભાગના અહેવાલ મુજબ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિમાં પણ રંગોળીના પ્રતીકો મળી આવ્યા છે.
