કચ્છમાં પ્રથમ વાર એ.આઈ ઇન્ટેલિજન્સ થી સજ્જ  આધુનિક MRI ઉપકરણ ગોઠવણીને પગલે હાલમાં ચાલતી આ સુવિધા હંગામી ધોરણે સ્થગિ

~ નવું મશીન કાર્યાન્વિત થતાં મશીનની આધુનિક સેવા ઉપલબ્ધ બનશે

કચ્છમાં પ્રથમવાર અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) ફીચરની આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ થ્રી ટેસ્લા એમઆરઆઈ સ્કેનની સુવિધા કાર્યાન્વિત કરવા માટે રેડિયોલોજી વિભાગમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાને  પગલે હાલમાં ચાલતી એમઆરઆઇની(MRI )સેવા હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી છે અને નવું મશીન સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ જતા દર્દીઓ માટેની એમઆરઆઇની આધુનિક સેવા ઉપલબ્ધ બનશે.

        અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કાર્યરત એમઆરઆઈની કક્ષા 1.5 ટેસ્લા હતી. જ્યારે નવું મશીન તેની ડબલ ક્ષમતા સાથે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આધુનિકતા સાથે જોડાતાં એમઆરઆઇનું નિદાન ઝડપી અને સચોટ બનશે.

Leave a comment