પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે ઉજવણી કરી હતી. તેમણે રાપર નજીક કુડા અને બેલા બોર્ડર આઉટપોસ્ટ (BOP)ની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન, પોલીસ વડા બાગમાર સાથે બાલાસરના PSI વી.એ. ઝા અને તેમનો સ્ટાફ પણ જોડાયો હતો. તેમણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની 56મી બટાલિયનના કુડા BOP અને 21મી બટાલિયનના બેલા BOPના જવાનોને મીઠાઈ આપી શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે કુડા BOPના ઇન્સ્પેક્ટર પવન નેગી અને બેલા BOPના ઇન્સ્પેક્ટર માનસારામ પાલ સહિત BSFના જવાનો અને બાલાસર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકબીજાને તહેવારોની શુભેચ્છાઓ આપી હતી.
આ ઉપરાંત, પોલીસ વડા સાગર બાગમારે બાલાસર પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. તેમણે ત્યાંના તમામ પોલીસ કર્મચારીઓને મીઠાઈ અર્પણ કરીને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
