રશિયા પાસેથી ભારત ક્રૂડ ન ખરીદે તે માટે ટ્રમ્પે ભારત ઉપર લાદેલા બમણા ભયંકર ૨૫% ટેરિફ અંગે બરાબરના ‘લોઢા લેતાં’ રશિયાના પ્રમુખ પુતિને નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ‘સંતુલિત અને શાણી’ વ્યક્તિ છે તેઓ ટ્રમ્પના વલણથી દબાશે નહીં.’
સોસમાં આવેલા ‘વાલ્ડાઇ ડીસરન ક્લબ’ના ખુલ્લા અધિવેશનમાં ભાગ લેતા કહ્યું હતું કે, ‘રશિયા પાસેથી) તેલ ખરીદીનો ભારતનો નિર્ણય પૂર્ણત: આર્થિક દ્રષ્ટિએ લેવામાં આવ્યો છે. તેને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. જો ભારત આપણી પાસેથી તેલ ન ખરીદે તો તેને ઘણું નુકસાન થાય તેમ છે. તે નુકસાનના અંદાજો પણ જુદા જુદા છે. કોઈ કહે છે કે તેથી ભારતને ૮થી ૧૦ અબજ ડૉલર પહોંચી શકે તેમ છે. જો તેલ ખરીદવાનું ચાલુ રાખે તો ‘ટેરિફ’ને લીધે તેનું નુકસાન થાય તેમ છે. તો તેલ શા માટે ન ખરીદે ? વળી, ભારતને રશિયા સાથે તો ‘ખાસ’ સંબંધો છે તેમાં યે જો તે તેલ ખરીદવાનું બંધ કરે તો તેને એક તરફ આર્થિક નુકસાન થાય તેમ છે તો બીજી તરફ દેશભરમાં તેને ‘રાજકીય કિંમત’ ચુકવવી પડે તેમ છે. તો વળી તે પહેલો વિકલ્પ (તેલ ખરીદવાનો) શા માટે ન અનુસરે ?’ તેમ પણ તેઓએ તે પરિષદમાં પ્રમુખ પુતિને કહ્યું હતું.
