જી. કે. જન. હોસ્પિ. દ્વારા જિલ્લામાં ૧૩ કેમ્પ રક્તદાન કેમ્પ યોજાયા

~ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનને સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે પખવાડિયા સુધી ઉજવી ૧૩૯૨ યુનિટ રક્ત એકત્રિત કરાયું

અદાણી સંચાલિત GAIMS જી. કે.  જનરલ હોસ્પિટલ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરને ૨જી ઓક્ટોબર સુધી સ્વેચ્છિક રક્તદાન દિવસ તરીકે પખવાડિયા સુધી ઉજવી અને તેને ખાસ ઝુંબેશ તરીકે લઈ જિલ્લામાં જુદા જુદા કેમ્પનું આયોજન કરી, ૧૩૯૨ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલના બ્લડ બેન્કના હેડ ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયએ ભારતમાં ઉજવાતા સ્વૈચ્છિક રક્તદાન દિવસ પહેલી ઓક્ટોબર નિમિત્તે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના જન્મદિવસ અને સ્વૈચ્છિક રક્તદાન દિવસ દરમિયાન આદરેલી ઝુંબેશને રક્તદાતાઓના  સહકારથી સફળતા મળી તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી,દરેક રક્તદાતાઓને આ માનવીય સંવેદનામાં વધુ ન  વધુ જોડાવા અનુરોધ કર્યો હતો.

આ અંગે વધુ માહિતી આપતા બ્લડ બેન્કના અને ટ્રાન્સફયુઝન મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સુમનબેન ખોજાએ કહ્યું કે કચ્છ જિલ્લાના વિવિધ સ્થળોએથી તેમજ ઇન હાઉસ કેન્દ્ર પરથી કુલ ૧૩૯૨ પૈકી ૧૩ કેમ્પ દ્વારા ૧૦૮૪ યુનિટ અને  ઇન હાઉસ ખાતે ૩૦૮ બોટલ,  રક્તદાતાઓને પ્રેરિત કરી  ઉપલબ્ધ બની શકી હતી.

જિલ્લામાં યોજાયેલા 13 કેમ્પ પૈકી અંજાર રાપર અને ભચાઉ ખાતે  સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા, તેરાપંથ યુવક પરિષદ ભુજ, શ્રી કચ્છ વડાલા જૈન ચેરીટેબલ ટ્રસ્ટ તથા વડાલા ટ્રસ્ટ મુંબઈ મહાજન,  ભારતીય જનતા પાર્ટી અંજાર, મુન્દ્રા પ્રગતિ મંડળ ભોજાય જૈન સંઘ, હાજી અબ્દુલ્લા કાદરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી બિદડા પાટીદાર સનાતન યુવક મંડળ  વગેરેનો સમાવેશ થાય છે એમ બ્લડબેંકના કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું.

આ ઉપરાંત સપ્ટેમ્બરના પ્રારંભે દેવપર મુસ્લિમ સમાજ અને રઘુવંશી સોશિયલ ગ્રુપ તરફથી પણ સહયોગ સાંભળ્યો હતો.

Leave a comment