અદાણી સોલાર પ્લાન્ટ મુંદ્રા માં નવરાત્રીની ઉજવણી

અદાણી ફાઉન્ડેશન અને  અદાણી સોલાર પ્લાન્ટ મુંદ્રા  ના સંયુક્ત પ્રયાસ થી નવરાત્રી ઉજવણી અંતર્ગત  રાસ ઉત્સવ નો એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ અદાણી સોલાર પ્લાન્ટના પરિસર માં ઉજવવા માં આવ્યું . જેમાં રાસ ગરબાની સાથે સુંદર વસ્ત્ર પરિધાનની  પણ હરીફાઈ રાખવામાં આવી હતી.  જે બહેનો સોલાર  પ્લાન્ટ માં  કામ કરી રહી  છે એમની માટે આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના  કાર્ય ક્ષેત્ર માં  ઘર જેવુ માહોલ મળે અને દરેક  તહેવારોની ઉજવણી ઘરમાં તો કરે છે એની  સાથે પોતાના કાર્ય  ક્ષેત્ર માં પણ  પૂરા સ્ટાફ સાથે ઉજવણી  કરે એ ઉદેશ થી દરેક તહેવારોનું સુંદર રીતે આયોજન કરવામાં આવે છે.બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધું.  પૂરા વાતાવરણ માં જાણે જગદંબાઓ રાસ રમી રહી હોય એવું સુંદર પરિસર લાગી રહ્યું હતું.. જેનાથી ઉત્સવનું વાતાવરણ વધુ જીવંત બન્યું હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સોલાર પ્લાન્ટના હેડ શ્રી વરુણ કુમાર ઠાકુર તેમજ અદાણી ફાઉન્ડેશનના ગુજરાત હેડ શ્રીમતી પંકતીબેન શાહ  ના માર્ગદર્શન હેઠળ તેમજ સંયુક્ત ટીમના સહયોગ થી ખૂબ જ સુંદર રીતે રંગેચંગે ઉજવવામાં આવ્યું.  વસ્ત્ર પરિધાન અને ગરબાની બને હરીફાઈ માં  પ્રથમ દસ નંબર આવેલ બહેનોને વિશિષ્ટ સન્માન કરીને ગિફ્ટ આપવામાં આવી. એની સાથે પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવ્યા.આ કાર્યક્રમમાં  ભાગ લેનાર ને સોલાર પ્લાન્ટ ના નીલેશ પંચાલ , લલીત ભાકુની અને આલોકકુમાર સિક્યુરિટી હેડ ના વરદ  હસ્તે બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. બહેનો ના મંતવ્ય મુજબ પોતાના પરિવાર સાથે ઘરે જ ઉત્સવ ઉજવણી થતી હોય એવું લાગ્યું. ૨૫૦ થી વધારે બહેનો એ રાસ  ગરબા માં ભાગ લીધું.

Leave a comment