રાજસ્થાનના નાગોરમાં મળ્યો લિથિયમનો ભંડાર

રાજસ્થાનના નાગૌર જિલ્લાના કારણે હવે દેશની ચીન પર બેટરી આયાત પર નિર્ભરતા દૂર થશે. હવે મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રિક વાહનો અને રિચાર્જેબલ બેટરીનું ઉત્પાદન આપણા દેશમાં જ થશે. બેટરી બનાવવા માટે વપરાતાં લિથિયમનો ભંડાર હવે રાજસ્થાનમાં ઉપલબ્ધ થશે. જેના લીધે ઉદ્યોગોના વિકાસને વેગ મળશે. આ લિથિયમના ભંડારના કારણે રાજસ્થાનની આવકમાં પણ વધારો થશે, તેમજ રોજગારીની નવી તકોનું સર્જન કરશે. 

વ્હાઈટ ગોલ્ડ નામથી લોકપ્રિય લિથિયમનો મોટો ભંડાર નાગૌર જિલ્લામાંથી મળી આવ્યો છે. નાગૌર જિલ્લાના ડેગાના ક્ષેત્રમાંથી લિથિયમનો વિપુલ જથ્થો મળ્યો છે. જેના લીધે હવે ચીનમાંથી આયાત થતાં લિથિયમમાં ઘટાડો થશે. અંદાજ છે કે, નાગૌરના રેવંત પર્વતોમાંથી 14 મિલિયન ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. આ પ્રદેશની આવક અને રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે. લિથિયમનો ઉપયોગ મોબાઈલ, લેપટોપ, ઈ-વાહનો અને રિચાર્જેબલ બેટરી બનાવવા માટે થાય છે.

ડેગાના ક્ષેત્રમાંથી મળી આવેલો લિથિયમનો ખજાનો રાજસ્થાન માટે અત્યંત મહત્ત્વનો સાબિત થશે. અહીંના પર્વતોમાં આશરે 14 મિલિયન ટન લિથિયમ હોવાની સંભાવના છે. વર્તમાનમાં ભારત લિથિયમ માટે ચીન પર નિર્ભર છે. ચીનમાંથી 70થી 80 ટકા લિથિયમ આયાત થાય છે. એવામાં લિથિયમના આ મોટા ખજાનાથી દેશમાં મોટી ક્રાંતિ આવશે. કેન્દ્રીય ખનન મંત્રાલયમાં લિથિયમના ખાણકામ માટે હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હરાજી પ્રક્રિયાના દસ્તાવેજો જમા કરવાની અંતિમ તારીખ 1 ડિસેમ્બર, 2025 નિર્ધારિત કરવામાં આવી છે. ત્યારબાદ તેની હરાજી બોલાશે.

લિથિયમનું સિમ્બોલ Li છે. તે અત્યંત પ્રતિક્રિયાશીલ છે. હવામાં ઓક્સિજનના સંપર્કમાં આવતાં તે તુરંત સળગી ઉઠે છે. તે નરમ, ચાંદીની જેમ સફેદ અને ચમકદાર છે. લિથિયમ વ્હાઈટ ગોલ્ડ તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ વિવિધ ઈલેક્ટ્રોનિક ડિવાઈસિસમાં થાય છે. 

Leave a comment