આજે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 556 પોઈન્ટ ઘટીને 81,160 પર બંધ થયો. નિફ્ટી પણ 166 પોઈન્ટ ઘટીને 24,891 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરોમાં ઘટાડો થયો અને ચારમાં વધારો થયો. આજે ઓટો, આઈટી, રિયલ્ટી અને ફાર્માસ્યુટિકલ શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો.
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 0.20% વધીને 45,719 પર અને કોરિયાનો કોસ્પી 3,471 પર સ્થિર ટ્રેડિંગ કરી રહ્યો છે.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.32% વધીને 26,603 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.15% વધીને 3,859 પર ટ્રેડ કરી રહ્યો છે.
- 24 સપ્ટેમ્બરના રોજ યુએસ ડાઉ જોન્સ 0.37% ઘટીને 46,121 પર બંધ થયો. નેસ્ડેક કમ્પોઝિટ 0.33% અને S&P 500 0.28% ઘટ્યો.
ગઈકાલે, 24 સપ્ટેમ્બરના રોજ બજારમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ 386 પોઈન્ટ ઘટીને 81,716 પર બંધ થયો હતો. નિફ્ટી પણ લગભગ 113 પોઈન્ટ ઘટીને 25,057 પર બંધ થયો હતો.
