કચ્છમાં એક જ દિવસમાં બે વાર ધરતી ધ્રૂજી

કચ્છ જિલ્લામાં આજે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભચાઉથી 12 કિલોમીટર દૂર બપોરે 12:41 વાગ્યે 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. આ પહેલા સવારે 6:41 વાગ્યે ધોળાવીરાથી 24 કિલોમીટર દૂર 2.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરે આ માહિતી આપી છે. ભૂકંપ ઝોન-5માં આવતા કચ્છ જિલ્લામાં આવા નાના-મોટા આંચકાઓની શ્રृંખલા સતત ચાલુ રહે છે. જોકે, આ બંને આંચકાથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.

કચ્છની ધરતી પર આવતા આવા લઘુ અને મધ્યમ કક્ષાના આંચકાઓ સામાન્ય છે. આ આંચકાઓથી નુકસાન થતું નથી, પરંતુ લોકોમાં ચિંતાનો માહોલ જરૂર સર્જાય છે. સિસ્મોલોજી વિભાગ આ વિસ્તારમાં સતત મોનિટરિંગ કરી રહ્યું છે.

Leave a comment