ગાંધીધામ તાલુકાના કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં ગત મધરાતે મોટી દુર્ઘટના સામે આવી છે. કાંસેજમાં આવેલી અનિતા એક્સપોર્ટ નામની યુઝડ ગારમેન્ટ કંપનીમાં મધરાતે લગભગ 12 વાગ્યે આગ લાગી હતી.
આગની જાણ થતાં જ ગાંધીધામ મહાનગરપાલિકા અને કાંસેજના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગાંધીધામ મનપાના દિપક મારાજ, ધીરજ કનર અને પ્રકાશ ઠાકોરની ટીમે સતત 4 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. જોકે, સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ ઘટનાસ્થળે કૂલિંગની કામગીરી ચાલી રહી છે.
