નવરાત્રી દરમ્યાન દર વર્ષે લાખો ભક્તો માતા ના મઢ મંદિરે પગપાળા યાત્રા કરે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી ભરપૂર આ યાત્રા દરમ્યાન ભક્તોને થતી આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખી, આ વર્ષે અદાણી ફાઉન્ડેશન અને અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ દ્વારા વિશાળ આરોગ્ય કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
આ કેમ્પનો ઉદ્ઘાટન શ્રી દિલીપ દાદા દેશમુખ, જાણીતા સમાજસેવક અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, ના હસ્તે કરવામાં આવ્યો હતો. આ અવસર પર શ્રી સુનીલ શર્મા (ડીજીએમ, ઓપરેશન – અદાણી ગ્રીન એનર્જી, રતાડીયા સબ સ્ટેશન) વિશેષ ઉપસ્થિત રહી યાત્રાળુઓને શુભેચ્છા પાઠવી હતી.
કેમ્પમાં દરરોજ ૨૪ કલાક બે તબીબોની ટીમ હાજર રહેશે, જે પદયાત્રીઓને પગમાં પડેલા ફોલ્લા, થાક, ઈજા અથવા અન્ય તકલીફોમાં તાત્કાલિક સારવાર, બૅન્ડેજ અને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવશે. તાત્કાલિક આરોગ્ય સહાય માટેની આ વ્યવસ્થા હજારો યાત્રાળુઓને લાભદાયક સાબિત થશે. પંક્તિબેન શાહ (અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર હેડ) જણાવ્યું હતું કે “ભક્તો શ્રદ્ધા સાથે માઇલોનાં અંતર કાપે છે. તેમની યાત્રા આરામદાયક અને સલામત બને તે માટે આ આરોગ્ય કેમ્પ અમારી સેવાભાવી પ્રતિબદ્ધતા છે. માતા ના મઢ જતાં દરેક પગલાં સાથે અમે તેમની સાથે છીએ.”
મુખ્ય હાઇલાઇટ્સ :
દર વર્ષે ૧.૨૫ લાખથી વધુ ભક્તો પગપાળા માતા ના મઢ યાત્રા કરે છે. ૨૪ કલાક તબીબી ટીમ, જરૂરી દવાઓ અને બૅન્ડેજની વ્યવસ્થા. અદાણી ફાઉન્ડેશન અને અદાણી જી.કે. જનરલ હોસ્પિટલની સંયુક્ત પહેલ. સમાજસેવકો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષતા આપી. આ અભિયાનને કારણે પદયાત્રીઓમાં આનંદ અને આભારની લાગણી જોવા મળી રહી છે. આરોગ્ય સહાય અને સેવાભાવથી ભરેલી આ પહેલ નવરાત્રી ઉત્સવની સચ્ચી ભાવના – “ભક્તિ સાથે સેવા” – ને પ્રતિબિંબિત કરે છે.
