ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તેણે 84.85 મીટરના અંતરે ભાલો ફેંકી ફાઈનલમાં સ્થાન હાંસલ કર્યું હતું. જેમાં પહેલાં થ્રોમાં જ 84.5 મીટરનું ક્વોલિફિકેશન માર્ક નોંધાયું હતું. પરંતુ નીરજ ચોપરાએ 84.85 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. ફાઈનલમાં નીરજ ચોપરાનો સામનો પાકિસ્તાનના અરશદ નદીમ સાથે થઈ શકે છે.
નીરજ ચોપરા સિવાય અન્ય કોઈપણ એથ્લેટ પહેલાં રાઉન્ડમાં ક્વોલિફાય થયો નથી. નીરજ ચોપરાના ગ્રૂપમાં છ એથ્લેટ હતા. હવે તે ગુરૂવારે ફાઈનલ મુકાબલામાં ઉતરશે. પેરિસ ઓલિમ્પિક 2024 બાદ પ્રથમ વખત પાકિસ્તાનના અરશદ નદીમ સાથે ફાઈનલમાં મુકાબલો કરશે. પેરિસમાં અરશદે 92.97 મીટર થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.45 મીટરનો રહ્યો હતો. આ થ્રો સાથે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.
ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ 19 એથ્લેટ ગ્રૂપ-એમાં હતો. જેમાં વેબર, વાલ્કોટ, વાડલેજ, સચિન યાદવ સામેલ હતાં. ગ્રૂપ બીમાં અરશદ નદીમ, પીટર્સ, યેગો, ધ સિલ્વા, રોહિત યાદવ, યશવીર સિંહ,અને શ્રીલંકાના ઉભરતા ખેલાડી રમેશ થરંગા પથિરગે હતાં. આ બંને ગ્રૂપમાં નીરજ ટોપ-12 થ્રોઅર ફાઈનલમાં પહોંચનારા પ્રથમ એથ્લેટ હતાં.
