અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) નવા-નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ એક જ દિવસમાં 24 ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનો હેન્ડલ કરીને અને 3,180 TEUs (વીસ-ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ્સ) ઇવેક્યુએટ કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ રેકોર્ડબ્રેક ઇવેક્યુએશન મુંદ્રા પોર્ટની ચોકસાઇ અને ઝડપ સાથે મોટા જથ્થામાં કાર્ગોનું સંચાલન કરવાની કાર્યક્ષમતા દર્શાવે છે. તે પોર્ટની અદ્યતન ટેકનોલોજી અને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓનો પુરાવો છે.
12 સપ્ટેમ્બર, 2025 ના રોજ એક જ દિવસમાં 24 ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનો હેન્ડલ કરીને મુંદ્રા પોર્ટે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ અભૂતપૂર્વ સીમાચિહ્ન બંદરના અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને સીમલેસ લોજિસ્ટિક્સ કામગીરીને રેખાંકિત કરે છે. તે બંદર કાર્યક્ષમતામાં વૈશ્વિક નેતા તરીકે તેની સ્થિતિ વધુ મજબૂત બનાવે છે.
ડબલ-સ્ટેક ટ્રેનોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા – કાર્યક્ષમતાને મહત્તમ કરવા કન્ટેનર સ્ટેકિંગ, માલની ઝડપી મુવમેન્ટને સક્ષમ બનાવી ટર્નઅરાઉન્ડ સમય ઘટાડે છે અને સપ્લાય ચેઇન કાર્યક્ષમતામાં વધારો કરે છે. અદાણી પોર્ટ્સના લોજિસ્ટિક્સની આ વિક્રમજનક કામગીરી બંદર કામગીરીમાં શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, તે પોર્ટની અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને સમર્પિત ટીમનું પ્રદર્શન છે.
મુન્દ્રા પોર્ટની અપ્રતિમ સફળતા ભારતના વેપાર ઇકોસિસ્ટમ માટે એક વરદાન સમાન છે, જે કનેક્ટિવિટીમાં વધારો કરે છે અને કાર્યક્ષમ કાર્ગો મોવમેન્ટ પર આધાર રાખતા વ્યવસાયોને ટેકો આપે છે. ઉદ્યોગ નિષ્ણાતોએ આ સીમાચિહ્નને ગેમ-ચેન્જર તરીકે આવકારે છે. વૈશ્વિક દરિયાઇ વેપારમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે મુન્દ્રાની ભૂમિકાને તે વધુ મજબૂત બનાવે છે.
જેમ જેમ અદાણી પોર્ટ્સ નવીનતા અને વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે, તેમ તેમ આ રેકોર્ડ લોજિસ્ટિક્સ અને માળખાગત સુવિધાઓમાં ભારતની વધતી જતી કુશળતા ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ માટેનો માર્ગ મોકળો કરે છે. મુન્દ્રા પોર્ટે તાજેતરમાં અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે. ઓગસ્ટ 2025 માં APSEZ એ રેકોર્ડ સમયમાં તેના પોર્ટફોલિયોમાં 400 MMT થી વધુ કાર્ગોનું સંચાલન કર્યુનો હતું, જેમાં એકલા મુન્દ્રાએ આ વોલ્યુમમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. વળી આ વર્ષની શરૂઆતમાં એક જ મહિનામાં 16.1 MMT કાર્ગોનું સંચાલન કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, જે ભારતના મુખ્ય દરિયાઇ હબ તરીકે તેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.
