સેન્સેક્સ 123 પોઈન્ટ વધીને 81,548ની સપાટીએ બંધ

આજે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 123 પોઈન્ટના વધારા સાથે 81,548 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 32 પોઈન્ટના વધારા સાથે 25,005પર બંધ થયો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં તેજી અને 14 ઘટ્યા હતા. આજે એનર્જી અને એફએમસીજી શેરો વધ્યા. ઓટો અને બેંકિંગ શેરોમાં ઘટાડો થયો.

  • એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 0.99% વધીને 44,271 પર અને કોરિયાનો કોસ્પી 0.19% વધીને 3,320 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.59% ઘટીને 26,045 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.82% વધીને 3,843 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • 10 સપ્ટેમ્બરના રોજ, યુએસ ડાઉ જોન્સ 0.48% ઘટીને 45,490 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 0.03% અને S&P 500 માં 0.30%ની તેજી રહી.

આજે દેવ એક્સિલરેટર લિમિટેડ, શ્રૃંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર લિમિટેડ અને અર્બન કંપનીના IPOનો બીજો દિવસ છે. આ ત્રણેય IPO તેમના પહેલા જ દિવસે એટલે કે ગઈકાલે, 10 સપ્ટેમ્બરે સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયા છે.

આ પહેલા ગઈકાલે 10 સપ્ટેમ્બરના રોજ, સેન્સેક્સ 324 પોઈન્ટ વધીને 81,425 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 105 પોઈન્ટ વધીને 24,973 પર બંધ થયો હતો.

Leave a comment