નાનું બાળકએ પ્રભુનો પ્રસાદ છે. આ બાળકોની કેળવણી માટે આંગણવાડી એ પાયાનું કામ કરે છે. આ બાબતને ધ્યાને લઈને અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટના સંયુક્ત ઉપક્રમે ૪૦ બાળકોના ભવિષ્ય નિર્માણ માટે જરૂરી હોવાથી આજે સાંઘીપુરમ ખાતે મજૂર વસાહતમાં રહેતા પરિવારોના બાળકો માટે આ સુવિધા ઊભી કરવામાં આવી.
આ બાબતે શ્રી વિવેકકુમાર મિશ્રા સાહેબે કહ્યું કે જ્યારે માતા-પિતા બંને કામ પર જાય ત્યારે બાળક એકલું પડી જાય છે. ક્યારેક બાળક માટે માતાને કામ પર જવામાં પણ અડચણ ઊભી થાય છે. જે બાળકના ભવિષ્ય માટે સારી બાબત નથી. એ બાબતને ધ્યાને લઈને તેઓને ત્રણ થી ચાર કલાક બાળ કેળવણી મળે તે માટે આ સુવિધા ઊભી કરી છે. આ શુભ પ્રસંગે હાજર રહેલ વાલીઓને સમયસર બાલવાડીમાં મૂકવા માટે અનુરોધ કર્યો હતો.
આ બાલવાડીમાં દાખલ થનાર દરેક બાળકને યુનિફોર્મ તથા બેગ આપવામાં આવી. ઉપરાંત આ બાળકોને દરરોજ બાળ કેળવણી સાથે પોષક આહાર પણ આપવાની સુવિધા કરવામાં આવી છે. આ બાળકોની કેળવણી માટે બે તાલીમ પામેલ શિક્ષિકાની નિમણૂક કરવામાં આવી છે. આ શુભારંભ પ્રસંગે પ્રેમલાલ પાસવાન તથા અરવિંદકુમાર માંજી જે બાળકોના વાલીશ્રી એ કહ્યું કે અદાણી કંપની દ્વારા અમારા બાળકો માટે ખુબ સારી સુવિધા ઊભી કરવામાં આવી છે. અમારા બાળકો માટે અહી બીજી કોઈ સુવિધા નથી એટલે ભણી શકતા નથી પરંતુ આ સગવડતા થવાથી અમારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધશે અને આગળ ભણવા માટે પ્રેરણા મળશે.
આ બાલવાડી શરૂ થતાં નાના બાળકોમાં અને વાલીઓમાં ખુશીનો માહોલ જોતાં કમલારાની સ્કૂલના આચાર્ય શ્રી પાંડે સાહેબે કહ્યું કે અહીના બાળકો બાલવાડી કેળવણી લઈને સારું પ્રાથમિક શિક્ષણ મેળવી શકશે. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અદાણી સિમેન્ટના સિક્યુરિટી હેડ શ્રી નવીન માન સાહેબ તથા બાગાયત અધિકારી શ્રી અનિલકુમાર યાદવ તથા વિશાળ સંખ્યામાં વાલીઓ હાજર રહ્યાં હતાં. ઉપસ્થિત તમામને પ્રસાદથી મીઠું મો કરાવવામાં આવેલ.
આ બાલવાડી શુભારંભની સમગ્ર વ્યવસ્થા અદાણી ફાઉન્ડેશન ટીમે સાથે મળીને કરી હતી. અદાણી સિમેન્ટના સ્ટાફે સહયોગ આપેલ.
