આજે અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે, એટલે કે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ, સેન્સેક્સ 206 પોઈન્ટ ઘટીને 80,157 પર બંધ થયો. નિફ્ટી પણ 45 પોઈન્ટ ઘટીને 24,579 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરમાંથી 15 શેરમાં ઘટાડો અને 15 શેરમાં તેજી રહી. આજે આઇટી, બેંકિંગ અને ઓટો શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો. જ્યારે ઊર્જા અને એફએમસીજી શેરોમાં વધારો થયો.
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 0.25% વધીને 42,292 પર અને કોરિયાનો કોસ્પી 0.66% વધીને 3,163 પર કારોબાર કરી રહ્યો છે.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.082% ઘટીને 25,596 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.91% ઘટીને 3,876 પર બંધ રહ્યો હતો.
- 29 ઓગસ્ટના રોજ, યુએસ ડાઉ જોન્સ 0.20% ઘટીને 45,545 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 1.15% અને S&P 500 0.64% ઘટાડો રહ્યો.
- 1 સપ્ટેમ્બરના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ.1,429.71કરોડના શેર વેચ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 4,344.93 કરોડની નેટ ખરીદી કરી હતી.
- ઓગસ્ટ મહિનામાં, વિદેશી રોકાણકારોએ ₹46,902.92 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક રોકાણકારોએ ₹94,828.55 કરોડની નેટ ખરીદી કરી હતી.
અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, સોમવાર, 1 સપ્ટેમ્બર, સેન્સેક્સ 555 પોઈન્ટ વધીને 80,364 પર બંધ થયો. નિફ્ટી પણ 198 પોઈન્ટ વધીને 24,625 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરો વધ્યા અને 7 ઘટ્યા. મહિન્દ્રા અને ટાટા મોટર્સ સહિત કુલ 16 શેરો 1.15% થી3.50% સુધીની તેજી રહી. સન ફાર્મા લગભગ 2% ઘટીને બંધ થયા.
નિફ્ટીના 50 શેરમાંથી 42 શેર વધ્યા, 5 શેર ઘટીને બંધ થયા. NSEનો ઓટો ઇન્ડેક્સ 2.80%, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.08%, ફાઇનાન્શિયલ સર્વિસિસ 1.81%, મેટલ 1.64% અને આઇટી ઇન્ડેક્સ 1.59% વધ્યો. મીડિયા અને ફાર્મા ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો.
