રાષ્ટ્રીય બજરંગ દળની અંજારમાં બેઠક

અંજારના રાયમલ ધામ આશ્રમ ખાતે રાષ્ટ્રીય બજરંગ દળ અને મહિલા પરિષદ ઓજસ્વીની તાલુકા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. પ્રવીણભાઈ તોગડિયા અને રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં શાસ્ત્રી ભરત જોષી દ્વારા ગંગા ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપવામાં આવી હતી. બેઠકમાં રાષ્ટ્રીય બજરંગ દળે દેશમાં એક લાખ હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરવાનો મહત્વપૂર્ણ સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ કાર્યકરો અને બ્રહ્મ સમાજ દ્વારા રાષ્ટ્રીય પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું. શાસ્ત્રી ભરત જોશીને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

બેઠકમાં સંગઠન મંત્રી નિર્મલસિંહ ખુમાર, ગુજરાત મહામંત્રી શશિકાંત પટેલ, કચ્છ જિલ્લા મહામંત્રી બાબુભાઈ આહીર, કચ્છ વિભાગના પ્રમુખ વિનોદ ભાનુશાલી, મંત્રી ગિરિરાજસિંહ રાણા અને ઉદ્યોગપતિ હેમચંદ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા પરિષદમાંથી ક્રિષ્નાબેન, ભારતી માખીજાની, હિનાબેન ઓજસ્વી અને હનીબેન હાજર રહ્યા હતા. આ ઉપરાંત ચેતનસિંહ ઝાલા, યુવાનસિંહ ઝાલા અને રાજેશ ગુશાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજના અગ્રણીઓમાં વિક્રમ જોશી, હિતેશ જોષી, મુકેશ બાપટ અને મોહનલાલ ગૌર હાજર રહ્યા હતા.

Leave a comment