અબડાસા તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલા રાપરગઢ ગામમાં શ્રી ઈચ્છાપૂર્તિ હનુમાન દાદા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો. મંદિરનું નિર્માણ મુંબઈના ઘાટકોપર નિવાસી અને રાપરગઢના વતની શેઠ પુનશીભાઈ લઘુભાઇ લોડાયા દ્વારા કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં પિંગ્લેશ્વર મહાદેવ મંદિરના મહંત પુરષોત્તમગીરી બાપુ સહિત વિશ્વ હિન્દુ પરિષદના અનેક પદાધિકારીઓએ હાજરી આપી. આ પદાધિકારીઓમાં માતાનામઢ જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, કચ્છ વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણી અને પશ્ચિમ કચ્છ અધ્યક્ષ ડો. કૃષ્ણકાંતભાઈ પંડ્યા મુખ્ય હતા.
સ્થાનિક સ્તરે રાપરગઢ ગામના વિપુલભાઈ શાહ, દિલીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા અને ગૌતમભાઈ સહિત ગામના અન્ય લોકોએ કાર્યક્રમના સફળ આયોજનમાં મહત્વની ભૂમિકા નિભાવી. વિશ્વ હિન્દુ પરિષદની ટીમે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો અને સરહદી વિસ્તારમાં સનાતન ધર્મની જ્યોત પ્રગટાવવા બદલ તેમનું સન્માન કર્યું હતું.
