અદાણી મેડિકલ કોલેજના એનાટોમી ગાર્ડનમાં દેશના ૭૯ માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આસિ.ડીનડો.અજિત ખીલનાનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સિક્યુરિટી વિભાગના હેડ કેપ્ટ. ક્રિસન બહાદુર ગુરુંગ,સિક્યુરિટી ઓફિસર દિલીપ ગામેતી,ડો. દેવિકા ભાટ,ડો.વિનાયક ચૌહાણ,ડો.કશ્યપ બુચ સહિત કોલેજન વિધાર્થીઓ, મેડિકલ અને વહીવટી સ્ટાફ ધ્વજવંદનમાં જોડાયા હતા.સંચાલન નારૂભા જાડેજાએ કર્યું હતું.


